ETV Bharat / state

કોરોના મહામારી વચ્ચે ખંભાતના પતંગ ઉદ્યોગ અને દોરી ઉદ્યોગમાં તેજીની સફર

ગત ઘણા મહિનાઓથી કોરોના મહામારી કહેર ચાલી રહ્યો છે. જેને લઇ તહેવારો સહિત ધંધા-રોજગારમાં પણ ભારે મંદીની અસર જોવા મળી રહી છે. હાલમાં ઉત્તરાયણને પર્વની 20 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ખંભાતમાં કોરોના મહામારી વચ્ચે પણ પતંગ તથા દોરીના નિર્માણ કાર્યમાં તેજીની અસર જોવા મળી રહી છે.

કોરોના મહામારી વચ્ચે ખંભાતના પતંગ ઉદ્યોગ અને દોરી ઉદ્યોગમાં તેજીની સફર
કોરોના મહામારી વચ્ચે ખંભાતના પતંગ ઉદ્યોગ અને દોરી ઉદ્યોગમાં તેજીની સફર
author img

By

Published : Dec 22, 2020, 5:07 PM IST

Updated : Dec 22, 2020, 5:19 PM IST

  • કોરોનાની મહામારી વચ્ચે ખંભાતમાં દોરી અને પતંગ નિર્માણના કાર્યમાં તેજી
  • 30થી વધુ લોકો સક્રિય રીતે કાર્ય કરે છે
  • લોકડાઉનમાં રો-મટીરિયલની અછત હતી
    કોરોના મહામારી વચ્ચે ખંભાતના પતંગ ઉદ્યોગ અને દોરી ઉદ્યોગમાં તેજીની સફર
    પતંગ

આણંદઃ ગત ઘણા મહિનાઓથી કોરોના મહામારી કહેર ચાલી રહ્યો છે. જેને લઇ તહેવારો સહિત ધંધા-રોજગારમાં પણ ભારે મંદીની અસર જોવા મળી રહી છે. હાલમાં ઉત્તરાયણને પર્વની 20 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ખંભાતમાં કોરોના મહામારી વચ્ચે પણ પતંગ તથા દોરીના નિર્માણ કાર્યમાં તેજીની અસર જોવા મળી રહી છે. આ અંગે પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિપક ચુનારાએ જણાવ્યું કે, લોકડાઉન વચ્ચે પણ તેમણે પતંગ નિર્માણની કામગીરી મોટા પાયે હાથ ધરી છે. જેમાં તેમના પરિવારના 30થી વધુ લોકો સક્રિય રીતે કાર્ય કરી પતંગ નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે. લોકડાઉનમાં રો-મટીરિયલની અછત હતી. આમ છતાં પણ તેમની પાસે સ્ટોક હોવાને કારણે તેમણે 60થી 65 ટકા જેટલી પતંગો તૈયાર કરી દીધી છે. હાલમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પાર્સલ તથા કુરિયર દ્વારા તેમની પતંગો ગુજરાતના વિવિધ સ્થળે વેચાઈ રહી છે.

દોરી

લોકો તૈયાર મટીરિયલ પસંદ કરે છે

આ અંગે દોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી પ્રકાશ કાછિયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી લોકો તૈયાર પાયેલી દોરી વધુ પસંદ કરી રહ્યા છે. કોરોનાના ભયને કારણે લોકો દોરી પીવડાવવા બેસવાનો આગ્રહ રાખતા નથી. તે તૈયાર મટીરિયલ પસંદ કરે છે. જેને લઇ તેમણે 1 મહિના અગાઉ દોરી પાઈને ફિરકીઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેનું હાલમાં મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.

પતંગ દોરીનું નિર્માણ

ખંભાતમાં પતંગ નિર્માણનું કાર્ય વર્ષમાં 10 મહિના ચાલે છે

આ અંગે ખંભાતના જુના અને જાણીતા વેપારી દીપકે જણાવ્યું કે, ખંભાતમાં પતંગ ઉદ્યોગની કામગીરી વર્ષમાં 10 મહિના ચાલે છે. ખંભાતી પતંગની વિશેષતા એ છે કે, ખંભાતી પતંગ ઓછા પવનમાં પણ સરળતાથી અને સહેલાઇથી ઉડાવી શકાય છે. પતંગના શોખીનો એટલે જ ખંભાતી પતંગ ચડાવવાનો આગ્રહ રાખે છે.

પતંગની દોરી

ચાલુ વર્ષે ખંભાતી પતંગના ભાવમાં ઘટાડો નોંધાયો

કોરોના મહામારીના સંકટની વચ્ચે શહેરમાં પતંગ નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પતંગના ભાવમાં 10થી 20 ટકા જેટલો ઘટાડો નોંધાતા આ વર્ષે પતંગો સસ્તી બની છે. અન્ય રાજ્યોમાંથી પણ પતંગોની માગ વધી છે. જેથી આવનારા દિવસોમાં ખંભાતમાં અન્ય શહેરોમાંથી પતંગ ખરીદનારાઓની ભારે હોડ જામશે તેવી વેપારીઓ ધારણ કરી રહ્યા છે.

Last Updated : Dec 22, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.