ETV Bharat / state

યુવા કાઉન્સિલ દ્વારા નવતર પ્રયોગ, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ઓનલાઇન પ્લેટફોર્મ કર્યું શરૂ - Medium

આણંદ નગરપાલિકાના યુવા કાઉન્સિલર દ્વારા પ્રજાની સમસ્યાના નિરાકરણ માટે એક માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે. જેના દ્વારા અરજદારોને નગરપાલિકાના લાગુ પડતા વિભાગ સુધી જવું પડતું નથી, અરજદાર ઘરે બેઠાજ પોતાની સમસ્યા અંગે ની રજુઆત કરી શકે છે. ઓનલાઇન મળેલી ફરિયાદ કે રજુઆત પર ત્વરિત કામ કરી આ પ્રજા સેવક પોતાના વિસ્તારમાં સ્થાનિકોની રજુઆતને સમાધાન સુધી પહોંચાડવા માટે ડિજિટલ માધ્યમનો સદુપયોગ કરી રહ્યો છે.

bjp
યુવા કાઉન્સિલ દ્વારા નવતર પ્રયોગ, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ઓનલાઇન પ્લેટફોર્મ કર્યું શરૂ
author img

By

Published : Apr 28, 2021, 10:03 AM IST

  • નગરપાલિકાના કાઉન્સિલરની અનોખી પહેલ
  • ઓનલાઇન પ્લેટફોર્મ થકી સ્થાનિકો ને પહોંચાડે છે મદદ
  • ડિજિટલ પ્લેટફોમ થકી જાણે છે સ્થાનિક સમસ્યાઓ અંગે

આણંદ: જિલ્લા નગરપાલિકામાં પ્રથમ વખત વોર્ડ નંબર 8 માંથી કાઉન્સિલર તરીકે વિજેતા બનેલા નીલ પટેલએ ડિજિટલ પ્લેટફોર્મ થકી વોર્ડ ના સ્થાનિકો માટે પોતાને પડતી સમસ્યાને તંત્ર સુધી પહોંચાડતું એક માધ્યમ પૂરું પાડ્યું છે, આણંદના વોર્ડ 8 ના રહેવાસીઓ માટે શરૂ કરવામાં આવેલ આ માધ્યમ થકી અત્યાર સુધી 35 કરતા વધારે સ્થાનિક સમસ્યાઓ લોકોએ નગરપાલિકા સુધી પહોંચાડી છે,વર્તમાન કોરોના મહામારીના કારણે લોકો ને નગરપાલિકા સુધી જવાની જરૂર નહીં પડે અને તેનાથી નગરપાલિકામાં અરજદારોની જામતી ભીડમાં પણ ઘટાડો કરી શકાય છે.

aanad
યુવા કાઉન્સિલ દ્વારા નવતર પ્રયોગ, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ઓનલાઇન પ્લેટફોર્મ કર્યું શરૂ

જનતા પોતાની સમસ્યાઓ અંગે કરી શકશે રજૂઆત

ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં નીલ પટેલએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં સંક્રમણને વધતું રોકવા અને પ્રજાની સમસ્યાઓની રજુઆત માટે લાગુ પડતા વિભાગમાં અરજી કરવાંથી છુટકારો મળે છે. વૉર્ડ 8ના નાગરિકો ને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો થકી આ સુવિધા અંગે અવગત કરવામાં આવ્યા હતા, જે બાદ પ્રજાએ નાની મોટી સમસ્યા માટે ઓનલાઇન રજુઆત કરી હતી, જેમાં મુખ્યત્વે સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો પાણીની સમસ્યા, રસ્તા અને ગટર અંગે ની રજૂઆતો, સફાઈ અને સેનિટેશનને લગતી સમસ્યાઓ અંગે લોકો રજુઆત કરતા હોય છે. જેમાં જરૂરી વિભાગો ને જાણ કરી સમસ્યાના નિરાકરણ માટે સૂચનો કરવામાં આવે છે જે રજુઆતમાં નગરપાલિકાના કમિટીના નિર્ણયોની જરૂર જણાય તે લાગુ પડતા કમિટી ને ધ્યાને મુકવામાં આવે છે જે અંગે વિચારણા બાદ નિર્ણય લેવામાં આવતો હોવાની જાણકારી નીલ પટેલે આપી હતી.

આ પણ વાંચો : કોરોના સંક્રમણ સામે આણંદ પાલિકા ભરી રહી છે સાવચેતીના પગલાં

જનતા લઈ રહી છે લાભ

ઉલ્લેખનીય છેકે આણંદના યુવા કાઉન્સિલરની પહેલને નગરપાલિકા દ્વારા પણ વિચારણા પર લેવામાં આવ્યા હોવાની જાણકારી ETV Bharatને નીલ પટેલે આપી હતી જેથી નગરપાલિકાની વેબસાઈટ પર એક ઓનલાઇન અરજીનું પેજ ઉમેરવામાં આવશે જેથી અરજદાર નગરપાલિકા સુધી આવવું પડશે નહીં અને ઘરે બેઠા અરજદાર પોતાની અરજી નગરપાલિકા સુધી પહોંચાડી શકશે. નીલ પટેલે શરૂ કરેલ પહેલમાં લાભાર્થી બનેલા અરજદાર સંજય ચૌહાણે ETV Bharat ને જણાવ્યું હતું કે તેમનું મકાન વૉર્ડ 8માં આવેલું છે જ્યાં સફાઈ ને લાગતી સમસ્યા હતી નીલ પટેલે શરૂ કરેલ ઓનલાઇન સેવા અંગે તેમને સોશિયલ મીડિયા થઈ જાણકારી મળી હતી જ્યાં તેમણે અરજી કરી અને તેમની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવ્યું હતું, આમ આણંદ નગરપાલિકા દ્વારા જો આ પ્રકારની ઓનલાઇન સેવા શરૂ કરવામાં આવશે તો આખા શહેરની જનતા ને આ પ્રકારની સુવિધા નો લાભ મળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.