ETV Bharat / state

ચરસ જેવા નશીલા દ્રવ્યો સાથે અપક્ષ કાઉન્સીલર ઝડપાયો - gujarati news

આણંદઃ અપક્ષ કાઉન્સીલર મુન્તજીમુદ્દીન કાઝી ઉર્ફે મુન્નાભાઈના ઘરમાં પોલીસે દરોડા પાડી કેટલોક ચરસનો જથ્થો પકડ્યો હતો. તેમજ બાકીનો કેટલોક જથ્થો કાઉન્સીલર દ્વારા તળાવમા નાંખી દીધાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રાત્રીના અંધકારમાં બેટરીના પ્રકાશે જથ્થો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. 700થી 750 ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો હોવાની ચર્ચા નગરમાં ચાલી રહી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 1:21 PM IST

પ્રાપ્ત માહિતી પ્રમાણે, આણંદ SOG પોલીસે 26 માર્ચની સાંજે પેટલાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સીલરના ઘરમાંથી ચરસના જથ્થા સાથે તેને ઝડપી પાડતા પેટલાદ નગરમાં ભારે ચકચાર મચી હતી. પોલીસ દ્વારા અન્ય જથ્થો શોધી કાઢવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ હતી. SOG પોલીસને માહિતી મળી હતી કે, પેટલાદના મલાવ ભાગોળ પાસે રહેતા અને અપક્ષ કાઉન્સીલર મુન્તજીમુદ્દીન કાઝી નશીલા દ્રવ્યનો મોટાપાયે વેપાર કરે છે. જેના આધારે SOG પોલીસે છાપો મારતાં મુન્તજીમુદ્દીન કાઝી ચરસના 700થી 750 ગ્રામ જેટલા જથ્થા સાથે ઝડપાયો હતો.

કેટલોક જથ્થો કાઉન્સીલર દ્વારા તળાવમા નાંખી દીધાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેને લઈને પોલીસ દ્વારા બેટરીના પ્રકાશે આ જથ્થાને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કાઉન્સીલર મુન્નાભાઈ ચરસના જથ્થા સાથે ઝડપાયા હોવાની વાત પેટલાદ નગરમાં ફેલાઈ જતાં નગરજનોના ટોળેટોળા પેટલાદ શહેર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મુન્તજીમુદ્દીન કાઝીની ઝીણવટભરી પુછપરછ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી મુન્નાભાઈ દ્વારા ચરસનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. તેમના ઘરે મોટાપાયે ચરસનો જથ્થો હતો પરંતુ પોલીસની રેડ પડતાં જ કેટલોક જથ્થો તળાવમાં નાંખી દીધો હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે પોલીસની ચારેક ટીમો તપાસમાં હતી અને બીજા કોણ-કોણ સંડોવાયા છે તેને લઈને દરોડાઓ ચલાવાઈ રહ્યાં હતા.

સમગ્ર ઘટના અંગે SOG PI વી. કે. ગઢવીએ જણાવ્યું હતુ કે, હાલમાં સમગ્ર કામગીરી ચાલી રહી છે જેને લઈને હાલના તબક્કે કોઈપણ માહિતી આપી શકાય તેમ નથી. જો કે, તેમણેનશીલા દ્વવ્ય સાથે કાઉન્સીલર પકડાયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને સમગ્ર કાર્યવાહી પુરી ન થાય ત્યાં સુધી સંપૂર્ણ માહિતી આપી શકશે નહીં તેમ જણાવ્યું હતું.

Location perkara

Date 27.3.2019

પેટલાદ નગરપાલિકા માં અપક્ષ કાઉન્સીલર નશીલા દ્રવ્ય ચરસ સાથે ઝડપાતા ચકચાર,

અપક્ષ કાઉન્સીલર મુન્તજીમુદ્દીન કાઝી ઉર્ફે મુન્નાભાઈના ઘરમાં પોલીસે દરોડા કરી કેટલોક ચરસનો જથ્થો પકડ્યો છે તથા બાકીનો અમુક જથ્થો કાઉન્સીલર દ્વારા તળાવમા નાંખી દીધાની આશંકાએ પોલીસે વધુ  તપાસ હાથ ધરી છે : પોલીસ દ્વારારાત્રી ના અંધકારમાં બેટરીના પ્રકાશે જથ્થો શોધવાની કવાયત હાથ ધરી છે .૭૦૦ થી ૭૫૦ ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો હોવાની ચર્ચા નગર માં ચાલી રહીછે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદ એસઓજી પોલીસે 26 માર્ચની સાંજના સુમારે પેટલાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સીલર ના ઘરમાંથી ચરસના જથ્થા સાથે તેને ઝડપી પાડતા પેટલાદ નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેથી પોલીસ દ્વારા અન્ય જથ્થો શોધી કાઢવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી પોલીસને હકિકત બાતમી મળી હતી કે, પેટલાદના મલાવ ભાગોળ પાસે રહેતા અને અપક્ષ કાઉન્સીલર મુન્તજીમુદ્દીન કાઝી નશીલા દ્રવ્યનો મોટાપાયે વેપાર કરે છે જેના આધારે એસઓજી પોલીસે છાપો મારતાં મુન્તજીમુદ્દીન કાઝી ચરસના ૭૦૦ થી ૭૫૦ ગ્રામ જેટલા જથ્થા સાથે ઝડપાઈ જવા પામ્યો હતો. જ્યારે કેટલોક જથ્થો તળાવના કિનારે તેમનું ઘર હોય તળાવમા નાંખી દીધાનું કહેવાઈ રહ્યું છે. જેને લઈને પોલીસ દ્વારા બેટરીના પ્રકાશે આ જથ્થાને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કાઉન્સીલર મુન્નાભાઈ ચરસના જથ્થા સાથે ઝડપાયા હોવાની વાત પેટલાદ નગરમાં ફેલાઈ જતાં નગરજનોના ટોળેટોળા પેટલાદ શહેર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મુન્તજીમુદ્દીન કાઝીની ઝીણવટભરી પુછપરછ કરવામાં આવી રહી છે. 

સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મુન્નાભાઈ દ્વારા ચરસનું વેચાણ કરવામાં આવી રહ્યું હતુ. તેમના ઘરે મોટાપાયે ચરસનો જથ્થો હતો પરંતુ પોલીસની રેડ પડતાં જ કેટલોક જથ્થો તળાવમાં નાંખી દીધો હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે પોલીસની ચારેક ટીમો તપાસમાં જોતરાઈ છે અને બીજા કોણ-કોણ સંડોવાયા છે તેને લઈને દરોડા અભિયાન ચલાવાઈ રહ્યું છે. સમગ્ર ઘટના અંગે એસઓજી પીઆઈ વી. કે. ગઢવીનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતુ કે, હાલમાં સમગ્ર કામગીરી ચાલી રહી છે જેને લઈને હાલના તબક્કે કોઈપણ માહિતી આપી શકાય તેમ નથી. જો કે તેઓએ નશીલા દ્વવ્ય સાથે કાઉન્સીલર પકડાયો હોવાની વાતને સમર્થન આપ્યું હતુ અને સમગ્ર કાર્યવાહી પુરી ન થાય ત્યાં સુધી પુરી માહિતી આપી શકશે નહીં તેમ જણાવ્યું હતુ.

Yashdip gadhavi
Anand.
Etv Bharat.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.