સામાન્ય રીતે મધ એક ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે વર્ષોથી આયુર્વેદમાં તેનું એક આગવું સ્થાન છે. ત્યારે બજારમાં મળતા મધ હવે જુદી જુદી ફ્લેવરમાં પણ ઉપલબ્ધ થઈ રહ્યા છે. જેમાં તજ, અજમો, વરીયાળી, રાયડો, લચકો, જેવી ફ્લેવર્સની આજે ખૂબ જ માંગ વધવા પામી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કીટકશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ પ્રકારની મધની ઉત્પત્તિ કરવામાં આવે છે. જ્યાં લાકડાના બોક્સમાં મધમાખી છતાં પણ બનાવી અને તેમાં મધ એકઠું કરે છે. જે આસપાસના ખેતરોમાં ઉગાડવામાં આવેલ પાકની ફ્લેવર આપોઆપ આ મધમાં જોવા મળે છે, જે એકઠું થયેલ મધ પર પ્રોસેસ કરી તેનું વહેંચાણ કરવામાં આવે છે. જેથી સીધો જ કુદરતી સ્વાદ મધ સાથે ગ્રાહકો માણી શકે છે.