ETV Bharat / state

ખંભાતમાં તંત્રની બેદરકારીને લઇને કોરોના કેસમાં વધારો - Corona News Anand

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે, ત્યારે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, તંત્ર દ્વારા કોરોનાના કેસ છુપાવવામાં આવી રહ્યા છે અને તંત્રની બેદરકારીના કારણે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે અને સરકાર દ્વારા વધતા કેસના અકડા છુપાવવામાં આવી રહ્યા છે. જેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.

ખંભાતમાં તંત્રની બેદરકારીને લઇને કોરોના કેસમાં વધારો

author img

By

Published : May 14, 2021, 7:33 AM IST

  • ખંભાતમાં પ્રશાસનની બેદરકારીને લઇ કોરોનાના કેસમાં વધારો
  • લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આક્ષેપ
  • તંત્ર દ્વારા કોરોના કેસનો આંક છુપાવવામાં આવી રહ્યો છે

આણંદઃ ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો જોવા મળ્યો છે. શહેરની તમામ હોસ્પિટલોમાં હાઉસફૂલના બોર્ડ લાગેલા છે છતાં પણ આરોગ્યતંત્ર દ્વારા કોરોનાના કેસ છુપાવવામાં આવી રહ્યા છે. દરરોજ સાંજે પ્રસિદ્ધ થતા આણંદ જિલ્લાનાના કોરોનાના કેસની સંખ્યામાં ખંભાતના કેસ માત્ર એકાદ બે બતાવવામાં આવી રહ્યા છે. પ્રશાસનની બેદરકારીને કારણે તેમજ તંત્રની લાપરવાહીના કારણે કોરોનાના કેસ છુપાવતા આજે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરમાં રાફડો ફાટયો છે. ગ્રામ્ય કક્ષાએ પણ લગ્ન પ્રસંગની ગાઇડલાઇનનું લોકો ઉલ્લંઘન કરી રહ્યા છે છતાં પણ પોલીસતંત્રની આંખ ખુલતી નથી, માત્ર પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કરી સંતોષ વ્યક્ત કરે છે. ખંભાતની બંને કોવિડ હોસ્પિટલો સહિત શહેરની મધ્યમાં આવેલી શિવમ હોસ્પિટલમાં અનેક કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે.

આપણ વાંચોઃ કોવિડ હોસ્પિટલમાં 4 દર્દીઓના મૃત્યુ, ઓક્સિજનના અભાવે મોત થયાનો પરિવારનો આક્ષેપ

ખંભાતની શિવમ હોસ્પિટલ સામે લોકોના આક્ષેપ

ખંભાતની શિવમ હોસ્પિટલમાં ડૉક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફ PPE કીટ પહેર્યા વગર દર્દીઓને સારવાર આપી રહ્યા હોવાના સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ થયા છે. આ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા સરકારના નિયમોને નેવે મૂકી મન ફાવે તેવી ફી વસૂલી, ઉઘાડી લૂંટ કરાઈ રહી હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે. જેનો ભોગ ગરીબ દર્દીઓ બની રહ્યા છે. દર્દીઓને પાકું બીલ અપાવામાં આવતું નથી. ડૉક્ટરના સંબંધીનો મેડિકલ સ્ટોર હોઈ ડૉક્ટરે પ્રિસ્ક્રીપશનમાં લખેલી દવા ત્યાથી જ લેવાની ફરજ પાડવામાં આવે છે. અન્ય કોઈ સ્થાને આ દવા પ્રાપ્ત થતી નથી તથા લેબોરેટરી પણ પોતાની હોઈ મન ફાવે તેવા રિપોર્ટ તૈયાર કરાતા હોવાના જાગૃત નાગરિકોએ આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓને પણ જ્યારે આવવું હોય, ત્યારે આવી શકે છે તેમજ જ્યારે બહાર જવું હોય ત્યારે બહાર જઈ શકે છે અધૂરામાં પૂરું બાકી હોય તો દર્દીના સગા પણ દર્દી સાથે હોસ્પિટલમાં રહી શકે છે. આવી ગંભીર બેદરકારીઓ હોસ્પિટલમાંચાલી રહી હોવા છતાં પણ તંત્રની ઊંઘ ઊડતી નથી. જેને લઇ અનેક કોરોના સંક્રમિત દર્દીઓ શહેરમાં ઠેરઠેર ભટકી રહ્યા છે અને અને લોકોને સંક્રમિત કરી રહ્યા છે.

આપણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ

કોરોના બાબતે ખંભાત હોટ સ્પોટ, તંત્ર બેહાલ

શહેરમાં આઠ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ કરવાનું કલેકટરનું જાહેરનામું હોવા છતાં પણ 8 વાગ્યા પછી પણ તાલુકાની અનેક દુકાનો ધમધમી રહી છે. પોલીસ તંત્ર માત્ર પેટ્રોલિંગ કરી તમાશો જોઇ સંતોષ માની રહ્યા છે. કોઈ કાયદાકીય કાર્યવાહી ન થતા જાગૃત નાગરિકોએ આ અંગે રોષ પ્રગટ કર્યો છે. શહેરમાં અનેક લોકો માસ્ક વિનાના ફરી ટોળે વળી રહ્યા છે છતાં પણ તંત્રની ઉંઘ ઉડતી નથી. જાગૃત નાગરિકોએ આ અંગે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે છતાં પણ આજદિન સુધી ખંભાતમાં કોઈ પગલાં ના લેવાતા જિલ્લામાં કોરોના બાબતે ખંભાત હોટ સ્પોટ બની ગયું છે છતાં પણ સરકારી ચોપડે તો રોજ માત્ર બે-ચાર કેસ દર્શાવવામાં આવે છે. એક સપ્તાહમાં ખંભાતમાં કોરોનાથી 35 થી વધુના મોત નિપજ્યા છે છતાં પણ તંત્ર બેહાલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.