ETV Bharat / state

આણંદ જિલ્લામાં ઇસ્કોન સંસ્થા સહિત 13 રથયાત્રા રહેશે મોકૂફ

રથયાત્રા એટલે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા. ભારત દેશમાં અનેક સ્થાનો પર ભગવાન જગન્નાથજી અષાઢી બીજના રોજ બહેન સુભદ્રા તથા ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિક0ળી ભક્તોને અલૌકિક દર્શન આપતા હોય છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે નીકળતી રથયાત્રા વિશેષ મહિમા ધરાવે છે પરંતુ વર્તમાન સમયને ધ્યાને લઇ કોરોના મહામારીના કારણે આ રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સાથે જ આણંદ જિલ્લામાં વિવિધ સ્થળોએ નીકળતી રથયાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે ત્યારે વિદ્યાનગરના ઈસ્કોન મંદિર ખાતે રથયાત્રાની જાણો શું છે પરિસ્થિતિ...

આણંદ જિલ્લામાં ઇસ્કોન સંસ્થા સહિત 13 રથયાત્રા રહેશે મોકૂફ
આણંદ જિલ્લામાં ઇસ્કોન સંસ્થા સહિત 13 રથયાત્રા રહેશે મોકૂફ
author img

By

Published : Jun 22, 2020, 7:09 PM IST

આણંદઃ આણંદ જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે વિશેષ ધાર્મિક મહત્વ સાથે સ્થાનિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા પરંપરાગત રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે અને અલૌકિક દર્શન આપે છે સાથે જ શહેરમાં અથવા ગામમાં નિજ મંદિરથી સવારે રથયાત્રા નું પ્રસ્થાન થાય છે અને શહેરના વિવિધ માર્ગો અને ગલીઓમાં ફરી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નિજમંદિર પરત ફરતી હોય છે. જેમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થાથી મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે રથયાત્રા સાથે ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે, જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાય છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારી આદેશ મુજબ કોરોના વાઇરસના સંદર્ભે સાવચેતીના ભાગરૂપે આણંદ જિલ્લામાં આયોજન કરવામાં આવતી તમામ રથ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે આ નિર્ણયને ધાર્મિક સંસ્થાઓ તથા ભકતો આવકારી રહ્યાં છે.

આણંદ જિલ્લામાં ઇસ્કોન સંસ્થા સહિત 13 રથયાત્રા રહેશે મોકૂફ
આણંદ જિલ્લામાં ઇસ્કોન સંસ્થા સહિત 13 રથયાત્રા રહેશે મોકૂફ
પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં કોરોના મહામારીના કારણે રથયાત્રાનું નગર પરિભ્રમણ થશે નહીં. ત્યારે વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિરમાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણની નગર શોભાયાત્રા હવે મંદિર પરિસદમાં જ ફેરવવામાં આવશે ત્યારે દર્શન માટે આવતાં દર્શનાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે મંદિર પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હતી.ETVBharat ભારત સાથેની ખાસ વાતચીતમાં મંદિર વ્યવસ્થાપન વિભાગના પ્રબંધકે જણાવ્યું હતું કે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાં આ વર્ષે ૧૬મી રથયાત્રા નીકળવાની હતી જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરમાં જ રથયાત્રાના દર્શન માટે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે સાથે જ સરકારી નિયમ અનુસાર social distancing અને સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે જેથી લોકોની આસ્થા સાથે સાથે સ્વાસ્થ પણ જળવાઈ રહે, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વલ્લભવિદ્યાનગર ઈસ્કોન મંદિરમાં મહાપ્રસાદ તથા રથયાત્રામાં વહેંચવામાં આવતાં વિશિષ્ટ પ્રસાદ બનાવવાની પણ અત્યારે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ભગવાન જગણનાથજી માટે વિશેષ પ્રકારના નાના રથ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા તથા બલરામને બિરાજમાન કરી મંદિર પરિસરમાં જ એક નાની રથયાત્રા નીકાળવામાં આવશે. બાદમાં જાહેરમાં ભક્તો માટે આ રથને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે વૈશ્વિક મહામારી કોરોના સામે ભક્તોને સુરક્ષિત રાખવા વલ્લભ વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાં સોસિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તેનું વિેશેષ ધ્યાન રાખવામાં આવશે. હાલ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો માટે મહાપ્રસાદ તથા રથયાત્રામાં વહેંચવામાં આવતાં વિશિષ્ટ પ્રસાદ બનાવવા માટે અત્યારે મંદિરમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય આવકારવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.