ETV Bharat / state

આણંદ સાંસદ દ્વારા શરૂ કરવામાં આવ્યો આરોગ્ય રથ - mitesh patel

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે દર્દીઓને જરૂરી અને વિશ્વસનીય સારવાર મળી રહે તે આવશ્યક બન્યું છે. તેવામાં આણંદ જિલ્લાના સાંસદ સભ્ય મિતેશ પટેલ દ્વારા દર્દીઓને જરૂરી સારવાર ઉપલબ્ધ બની રહે તે માટેની સેવાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સાંસદ તરીકે તેમને પોતાનો અને તેમના દ્વારા નિયુક્ત બે યુવાનોના નંબર સાર્વજનિક કરવામાં આવ્યા છે. તે સાથે તેમના દ્વારા એક આરોગ્ય રથ પણ જિલ્લાની પ્રજાના સેવામાં શરૂ કરવામાં આવ્યો છે. જે ગામડાઓમાં ફરીને લોકોના આરોગ્યની ચકાસણી કરશે.

સમગ્ર પ્રક્રિયાનું આર્થિક ભારણ સાંસદ સભ્ય દ્વારા ઉઠાવવા આવશે

author img

By

Published : May 8, 2021, 12:56 PM IST

  • આણંદ જિલ્લાના સાંસદ દ્વારા આરોગ્ય રથ કરવામાં આવ્યો શરૂ
  • જિલ્લામાં વિવિધ ગામોમાં કોરોના દર્દીઓને ઘરે આપશે સારવાર
  • ડોક્ટર સાથે મેડિકલ સ્ટાફને સાંસદ દ્વારા કરવામાં આવશે નિમણુંક
  • સમગ્ર પ્રક્રિયાનું આર્થિક ભારણ સાંસદ સભ્ય દ્વારા ઉઠાવવા આવશે

આણંદ: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે દર્દીઓને જરૂરી અને વિશ્વસનીય સારવાર મળી રહે તે આવશ્યક બન્યું છે. આ અંગે માહિતી આપતા મિતેશ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે જ્યારે દર્દીઓને સારવાર આપવી આવશ્યક બની છે. ત્યારે આરોગ્યની ચિંતા કરતા દર્દીઓના સ્વાસ્થ્યની નિયમિત ચકાસણી કરવી આવશ્યક બની રહે છે તે માટે એક આરોગ્ય રથ બનાવવામાં આવ્યો છે.

ડોક્ટર સાથે મેડિકલ સ્ટાફને સાંસદ દ્વારા કરવામાં આવશે નિમણુંક

તમામ ખર્ચ પણ તેમના દ્વારા જ ઉપાડવામાં આવશે

આરોગ્ય રથ જિલ્લાના ગામડાઓમાં ફરી કોરોના માટે જરૂરી રેપીડ ટેસ્ટ કીટ,આવશ્યક દવાઓ, થર્મલ ગન, ઓક્સિમીટર, PPE કીટ જેવા જરૂરી સાધનોથી સજ્જ છે. વધુમાં મિતેશ પટેલે ઉમેર્યું હતું કે, આ રથ માટે જરૂરી દવાઓ અને તેના સંચાલન માટે જરૂરી સ્ટાફની તેમના દ્વારા નિમણુંક કરવામાં આવશે અને તેના નિભાવણીનો તમામ ખર્ચ પણ તેમના દ્વારા જ ઉપાડવામાં આવશે.

આણંદ જિલ્લાના સાંસદ દ્વારા આરોગ્ય રથ કરવામાં આવ્યો શરૂ

આ પણ વાંચો: પોરબંદરમાં 2 ધન્વંતરિ રથને વેક્સિનેશનની કામગીરીમાં મૂકવામાં આવ્યા

બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે

આણંદ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન વાસદ ગામના મિતેશભાઇ વતની છે. આ ગામના CHC સેન્ટર પર પણ તેમના દ્વારા અત્યાર સુધી 110 જેટલા દર્દીઓ અને ઓક્સિજન સાથે બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે સાથે જ આ દર્દીઓના દૈનિક ચા-નાસ્તા અને ભોજનનો પણ ખર્ચ તેમના દ્વારા ઉપાડવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાંથી તથા જિલ્લા બહારથી પણ દર્દીઓ વાસદ સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ દર્દીઓની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સાંસદ અંગત રસ દાખવી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણને પગલે જૂનાગઢમાં 15 ધન્વંતરી રથ કાર્યરત કરાયા

ઓક્સિજન પ્લાન્ટ પણ નાખવામાં આવી રહ્યો છે

કોરોના મહામારીમાં દર્દીઓને જરૂરી ઓક્સિજન માટે જે પ્રમાણે અછત વર્તાઈ રહી છે. ત્યારે વાસદની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જરૂરી ઓક્સિજન હોસ્પિટલમાંથી જ ઉત્પન્ન થઇ રહે તે માટે અહીં ઓક્સિજન પ્લાન્ટ પણ નાખવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે જિલ્લામાં સાંસદ સભ્ય દ્વારા લોકોને મુસીબતના સમયે શક્ય એટલી મદદ પહોંચાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ફક્ત મે માસમાં 934 કોરોના દર્દીઓ

આણંદ જિલ્લામાં હાલની સ્થિતિએ ફક્ત મે માસમાં 934 કોરોના દર્દીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે જોવું રહ્યું કે, જિલ્લામાં દર્દીઓની સેવા માટે સાંસદ દ્વારા શરૂ કરવામાં આવેલો આ આરોગ્ય રથ દ્વારા કેટલા દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ બને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.