આણંદ:ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં યોજાયેલા સુશાસન સપ્તાહ (Anand Good Governance Week program ) રાજ્યના અલગ અલગ જિલ્લા મથકની જેમ આણંદ જિલ્લામાં પણ રાજ્યકક્ષાનું સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુશાસન સપ્તાહ દરિમયાન જિલ્લામાં જુદા જુદા વિભાગો
આણંદ જિલ્લામાં 25 ડિસેમ્બર થી શરૂ કરવામાં આવેલ સુશાસન સપ્તાહ દરિમયાન જિલ્લામાં જુદા જુદા વિભાગો જેવા કે પંચાયત,ગ્રામગૃહ નિર્માણ વિભાગ,ગ્રામ વિકાસ વિભાગ, પશુપાલન વિભાગ,માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગના મળીને કુલ 1,114 કેટલા કામો માટે 2155.23 રૂપિયાના ખાતમહુર્ત અને લોકાર્પણ(Khatmuhurt and Lokarpan program was held ) કાર્યક્રમ યોજાયો હતો.
પ્રજાની સુખાકારીમાં વધારો કરવા માટે પ્રયત્નો
આ પ્રશંગે રાજ્ય કક્ષાના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi)દ્વારા સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે સરકાર એ પ્રજાની સુખાકારીમાં વધારો કરવા માટે પ્રયત્નો કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રધાનો નવા છે પણ સરકાર નવી નથી પ્રજાને માટે યોગ્ય નિર્ણય લેવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરથી લઈ આગેવાન સુધીના દરેકને અપીલ છે કે પ્રજા ને સુવીધા રહે તે રીતે કામ કરે તેવી વિનંતી કરી હતી. સાથે નવા નિયુક્ત પામેલ મહેશુંલ પ્રધાન તરીકે તેમના વિભાગ દ્વારા કરવામાં આવેલ ઉપાલબ્ધીઓ પણ ગણાવી હતી. આ પ્રશંગે આણંદ જિલ્લાના સંસદસભ્ય મિતેષ પટેલ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Azadi Ka Amrut Mahotsav: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યકમ, મુખ્યપ્રધાન અને રાજ્ય ગૃહપ્રધાન રહ્યા ઉપસ્થિત
આ પણ વાંચોઃ 31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ નીકાળ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા