આણંદ ભારત સરકારની ફૂડ મિનિસ્ટ્રી (Ministry of Food Government of India) દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના અમલમાં છે. આ યોજના હેઠળ કોઈ પણ ઉદ્યોગના (Food Processing Unit Anand) મુલ્યવર્ધન અથવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે છે. આણંદ જિલ્લા કલેકટર આ યોજનામાં (PMFME)વધુમાં વધુ નવા ઉદ્યોગ સાહસિકોને જોડવા અંગે(Food Processing Unit Anand)માર્ગદર્શન આપ્યું હતું.
નાના ફૂડ પ્રોસેસિંગ એકમો અથાણું, દાળ મિલ, ચોખા મિલ, બેકરી, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, પનીર, ચીઝ, માવો, આઇસ્ક્રીમ, પાવડર, મસાલા પ્રોસેસિગ યુનિટ જેમ કે હડદર અને મરચા, તલ અને સીંગની ચિક્કી, કચરીયું, ખાધ તેલ કેન્ડી વગેરે જેવા મુલ્યવર્ધન થતી બધી ખાધ પ્રોડકટ્સ આ યોજનામાં આવરી લેવામાં આવેલી છે. તેમજ આ બધા વ્યવસાયમાં ફળ, શાકભાજીનો બગાડ અટકાવીને ખેડૂતોને (Food Processing Unit Subsidy) પણ વધારે પોષણક્ષમ ભાવો મળી શકે છે.
સુવર્ણ તક આણંદ જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નાયબ બાગાયત નિયામક ર્ડા.સ્મિતા પિલ્લાઈ તેમજ સબંધિત અધિકારીઓ સાથે મિટીગ યોજાઈ હતી .કલેક્ટરએ આ યોજનામાં (PMFME)વધુમાં વધુ નવા ઉદ્યોગ સાહસિકોને જોડવા અંગે(Food Processing Unit Anand)માર્ગદર્શન આપ્યું હતું.
ફૂડ પ્રોસેસિંગ યુનિટ આ યોજના (Food processing unit) અંતર્ગત ફૂડ પ્રોસેસિંગ યુનિટ(PM Formalisation of Micro Food Processing Enterprises Scheme) શરૂ કરવા માટે ખાનગી માઇક્રો ફૂડ પ્રોસેસિગ ઉદ્યોગો માટે પ્રોજેકટ ખર્ચના 35% સબસિડી મહત્તમ રૂપિયા 10 લાખની મર્યાદામાં મળી શકે છે, તેમજ એફ.પી.ઓ, સહકારી, સ્વ-સહાય(Food Processing Unit Subsidy) જુથોને ક્રેડિટ લિક્ડ સાથે 35% ના દરે સબસિડી મહત્તમ રૂપિયા 3 કરોડની મર્યાદામાં સહાય મળી શકે છે.
બાગાયત નિયામકની કચેરી આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા જિલ્લા સેવા સદનના ચોથો માળે, રૂમ નં 427 429 આણંદ નાયબ બાગાયત નિયામકની કચેરીનો સવારે 10: 30 થી સાંજે 6:10 કલાક સુધી રૂબરૂ અથવા બાગાયત અધિકારી કમલ આર. ઠાકોરનો મો.નં 9724845043 તથા કચેરીનો 02692 262023 પર સંપર્ક કરી શકાશે. તેમ આણંદ નાયબ બાગાયત નિયામકની(Anand Deputy Director of Horticulture) એક યાદી દ્વારા જણાવાયુ છે.