વર્ષ 2015માં પેટલાદ શહેર પાસે આવેલ ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે 'ILFS' નામની કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે થોડા સમય કામ ચાલુ રાખ્યા બાદ અચાનક તમામ કંન્સ્ટ્રક્શન કામને બંધ કરી દેવામાં આવ્યું હતું. જે માર્ગ પર આ ફલાયઓવરનું કામ હાથ ધરવામાં આવી રહયું છે. તે માર્ગ નડિયાદ અને આણંદ શહેરને ખંભાત તથા બગોદરા હાઇવેને જોડતો રાજ માર્ગ હોવાથી આ માર્ગ પર વાહનોની ભારે અવર જવર રહે છે, પરંતુ પેટલાદ ફાટક પર બ્રિજનું કામ ચાલુ કરાતા આ માર્ગના ટ્રાફિકને પેટલાદ શહેરમાં આવેલ ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવતા નાના શહેરમાં મહાનગરો જેવી કલાકોની ટ્રાફિક જામની સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા કામચલાઉ અંન્ડરપાસ તો બનાવવામાં આવ્યો છે. આવનાર સમયમાં જો આ મુદ્દે કોઈ નક્કર પગલાં ભરવામાં નહી આવે તો આગામી 15 જૂને સવારે 10 કલાકથી ' રેલ રોકો આંદોલન ' કરવામાં આવશે.
3 વર્ષથી પેટલાદ રેલવે બ્રિજનું કામ બંધ, પ્રજા ત્રસ્ત - nadiyad
આણંદઃ પેટલાદ શહેરમાં બની રહેલા રેલવે ઓવર બ્રિજની 3 વર્ષથી ઠપ થયેલી કામગીરીએ સ્થાનિકોના નાકમાં દમ કરી નાખ્યો છે, જો ટૂંક સમયમાં આ મામલે નિર્ણય લેવામાં નહીં આવે તો પેટલાદવાસીઓ દ્વારા આગામી 15 જૂને 'રેલ રોકો આંદોલન' કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વર્ષ 2015માં પેટલાદ શહેર પાસે આવેલ ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે 'ILFS' નામની કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે થોડા સમય કામ ચાલુ રાખ્યા બાદ અચાનક તમામ કંન્સ્ટ્રક્શન કામને બંધ કરી દેવામાં આવ્યું હતું. જે માર્ગ પર આ ફલાયઓવરનું કામ હાથ ધરવામાં આવી રહયું છે. તે માર્ગ નડિયાદ અને આણંદ શહેરને ખંભાત તથા બગોદરા હાઇવેને જોડતો રાજ માર્ગ હોવાથી આ માર્ગ પર વાહનોની ભારે અવર જવર રહે છે, પરંતુ પેટલાદ ફાટક પર બ્રિજનું કામ ચાલુ કરાતા આ માર્ગના ટ્રાફિકને પેટલાદ શહેરમાં આવેલ ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવતા નાના શહેરમાં મહાનગરો જેવી કલાકોની ટ્રાફિક જામની સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા કામચલાઉ અંન્ડરપાસ તો બનાવવામાં આવ્યો છે. આવનાર સમયમાં જો આ મુદ્દે કોઈ નક્કર પગલાં ભરવામાં નહી આવે તો આગામી 15 જૂને સવારે 10 કલાકથી ' રેલ રોકો આંદોલન ' કરવામાં આવશે.
Body:વર્ષ 2015 માં પેટલાદ શહેર પાસે આવેલ ફાટક પર ફાયલ ઓવર બનાવવા માટે 'ILFS' નામની કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે થોડા સમય કામ ચાલુ રાખ્યા બાદ અચાનક તમામ કન્ટ્રસ્ટર્સન કામ ને બંધ કરી દેવામાં આવ્યું હતું,જે માર્ગ પર આ ફલાયઓવર નું કામ હાથ ધરવામાં આવી રહયું છે તે માર્ગ નડિયાદ અને આણંદ શહેર ને ખંભાત તથા બગોદરા હાઇવે ને જોડતો રાજ માર્ગ હોવાથી આ માર્ગ પર વાહનો ની ભારે અવર જવર રહે છે, પરંતુ પેટલાદ ફાટક પર બ્રિજ નું કામ ચાલુ કરાતા આ માર્ગ ના ટ્રાફિકને પેટલાદ શહેર માં આવેલ ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવતા નાના શહેર માં મહાનગરો જેવી કલાકોની ટ્રાફિક જામ ની સમસ્યાઓ થી પીડાઈ રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા કામચલાઉ અન્ડરપાસ તો બનાવવામાં આવ્યો છે જ્યાંથી સ્થાનિકો જીવ ના જોખમે કરી રહ્યા છે યાતાયાત જે આવનાર સમય માં વરસાદ થી બંધ થઈ જવાની શક્યતા ઓ છે,આમાર્ગ નો ઉપયોગ રોજ ના હજારો લોકો કરે છે જે તંત્ર ની લાપરવાહી નો દરરોજ ભોગ બને છે,
પેટલાદ ના જાગૃત નાગરિક ધર્મેશ મિસ્ત્રી દ્વારા જણાવવા માં આવ્યું હતું કે "આ બ્રિજ ના કામ માટે પેટલાદ શહેર ના રહેવાસીઓ દ્વારા 'પેટલાદ નાગરિક સમિતિ'ની રચના કરવામાં આવી છે જે ના મારફતે આ માર્ગ ના વિષય પર લાગતા વળગતા અધિકારીઓ ને અનેક રજુઆતો કરવામાં આવી છે, અગાવ પણ ગત વર્ષે સપ્ટેમ્બર માસ માં સમગ્ર ગામ માં મોટી રેલી કાઢી ને તંત્ર ને આખી ઘટના ની જાણ કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કોઈજ પ્રકાર ના પગલા ભરવામાં આવ્યા નથી, આમાર્ગ ની વૈકલ્પિક વ્યવસ્થા પેટલાદ શહેર ના ફાટક તરફ ઉભી કરવામા આવી છે જેના કારણે શહેર માં 1 થી દોઢ કલાક નો ટ્રાફિક જામ લાગે છે જ્યાં જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને પેટલાદ બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન આવેલા છે, તથા ફાટક ની બીજી તરફ GIDC,GEB આવેલી છે ત્યારે આ માર્ગ એક શહેર ની મુખ્ય સમસ્યા બનવા પામ્યો છે અને શહેર જનો પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે "
વધુમાં તેમણે જણાવ્યું હતું કે "આવનાર સમય માં જો આ મુદ્દે કોઈ નકુર પગલાં ભરવામાં નહી આવે તો આગામી 15-જૂને સવારે 10 કલાકથી 'રેલરોકો આંદોલન' કરવામાં આવશે"
બાઈટ : ધર્મેશ મિસ્ત્રી(સ્થાનિક આગેવાન,પેટલાદ)
બાઈટ: ભૌતિક ભાઈ પરીખ(સ્થાનિક પેટલાદ)
Conclusion:બીજી તરફ આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલ તુલસી ગરનાળા નું કામ લાંબા સમયથી ઠપ હોવાના કારણે હજારો વાહન ચાલકો ને જીવના જોખમેં નાળા માંથી પસાર થવું પળે છે.
આ નાળા નો ઉપયોગ ગામડી તથા પાધરીયા વિસ્તારમાં વસતા રહેવાસીઓ આણંદ શહેર માં આવવા માટે કરતા હતા.અંદાજીત એક વર્ષ અગાવ ગરનાળુ પહોળું કરવા રેલવે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ છેલ્લા બે ત્રણ માસ થી કામગીરી ઠપ કરી દેતા વાહન ચાલકો ને જીવ ના જોખમેં આ ગરનાળુ ઓળગવું પળે છે.
સ્થાનિકો માં ગરનાળા ના ઠપ પડેલા કામના કારણે રોષ ચરણસીમા એ છે.
હવે જોવું રહ્યું કે પેટલાદ તથા ગામડી ના રહીશો ની સમસ્યા નું નિરાકરણ ક્યારે આવે છે.
બાઈટ:ભરત પંચાલ(સ્થાનિક આણંદ)
બાઈટ:રાજભાઈ(સ્થાનિક આણંદ)
નોંધ :- વેસ્ટર્ન રેલવે PRO ખેમરાજ મીણા ની બાઈટ માટે વડોદરા રિપોર્ટર નિર્મિત દવે સાથે વાત કરેલ છે તેમનો સંપર્ક કરવો.