ETV Bharat / state

કોરોનાના કારણે પાંચ હજાર કરોડની ઇન્ડસ્ટ્રી બની શકે છે મૃતપાય - Five thousand crore industry could be dead

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ જનજીવન પર સીધી અસર છોડી છે. કોરોનાના કારણે દેશમાં ઉજવાતા ઉત્સવોની રંગત ફીકી પડી છે. જેની સીધી અસર દેશમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પર જોવા મળી છે. તેમાં પણ સૌથી વધારે અશર કેટરિંગ બિઝનેસ પર જોવા મળી રહી છે. નિષ્ણાતોનું માનીએ તો ગુજરાત રાજ્યમાં કેટરિંગ વ્યવસાય વાર્ષિક 5000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી હતી, જે કોરોનાના કારણે હાલ માત્ર એક ટકા પર આવી ગઈ છે.

પાંચ હજાર કરોડની ઇન્ડસ્ટ્રી બની શકે છે મૃતપાય

author img

By

Published : Jun 5, 2021, 12:56 PM IST

Updated : Jun 5, 2021, 1:24 PM IST

  • કોરોના મહામારીએ જનજીવન પર છોડી નકારાત્મક અસર
  • દેશની સભ્યતા અને સંસ્કૃતિ બની અસરગ્રસ્ત
  • પ્રસંગો અને ઉત્સાવોની ઉજવણી પડી ફીકી
  • 5 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી સામે ખતરો

આણંદઃ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર ઉજવાતા ઉત્સવો અને શુભ-અશુભ પ્રસંગે એકત્ર થતા મહેમાનોની ભીડ પર કડક નિયંત્રણ લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજારોની ઉપસ્થિતિમાં ઉજવાતા શુભ પ્રસંગોમાં નવા સરકારી નિયમ અનુસાર માત્ર 50 જેટલા વ્યક્તિઓને અનુમતિ આપવામાં આવી છે. જેમાં કેટરિંગના વ્યવસાયને સીધી અસર થઇ છે.

પાંચ હજાર કરોડની ઇન્ડસ્ટ્રી બની શકે છે મૃતપાય

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં વાવાઝોડાના કારણે 50 કરોડના નુકસાનનું વળતર આપવા માછીમારોએ સરકારને માગ કરી

વ્યક્તિની પ્રતિષ્ઠાને સાચવવાની જવાબદારીનો વ્યવસાય એટલે કેટરિંગ ઇન્ડસ્ટ્રી

પારંપરિક કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા આણંદના સૌરાષ્ટ્ર કેટરિંગ સર્વિસના માલિક જીગરભાઈ સુખડીયાએ ETV Bharat સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી પ્રસંગોમાં લોકોની પ્રતિષ્ઠાને અભિવ્યક્તિ કરવાની નિઃશબ્દ રીત એટલે ઘરના પ્રસંગે મહેમાનોને પીર્શાતું ભાણું અને તે વ્યક્તિની પ્રતિષ્ઠાને સાચવવાની જવાબદારીનો વ્યવસાય એટલે કેટરિંગ ઇન્ડસ્ટ્રી છે.

છેલ્લા દોઢ વર્ષમાં મોટા ભાગના ઓર્ડર કેન્સલ થઈ ગયા

સામાન્ય દિવસોમાં સિઝનમાં હજારો લોકોના રસોડાના ઓર્ડર સાંભળતા તેમના વ્યવસાય પર કોરોનાની ખૂબ ગંભીર અસર થઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ વર્ષમાં તેમના મોટા ભાગના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે અને જે ઓર્ડર મળે છે. તે માત્ર 50 ,100 માણસોના હોય છે, જેમાં ખર્ચ નીકળી શકે તેમ નથી.

કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકો બેરોજગાર બન્યા છે

કેટરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષોથી સંકળાયેલા હજારો લોકોએ પોતાનો વ્યવસાય બંધ કરી અન્ય વ્યવસાય પર નિર્ભર થવાનો વારો આવ્યો છે. જેથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકો બેરોજગાર બન્યા છે, કેટરિંગ વ્યવસાયમાં અનેક લોકોને રોજગારી મળતી હોય છે. કોઈ એક પ્રસંગમાં જ્યારે ઓર્ડર મળે છે, ત્યારે સ્કિલ અને સ્કિલ વગરના ઘણા લોકો રોજગારી મેળવતા હોય છે.

અલગ-અલગ લોકોને કેટરિંગમાં કામ મળતું હતું

જેમાં પીરસવા વાળા, સફાઈ કામદાર, સાફ-સફાઈવાળા, રસોઈયા, સહાયકો, ટ્રાન્સપોર્ટ, બેકરી, દૂધ વ્યવસાય, શાકભાજીના વ્યવસાય, કરિયાણાની દુકાન, મીઠાઈવાળા, ફૂલોવાળા, માડી, ડેકોરેશન, વાસણના સપ્લાયર જેવા ઘણા બધા લોકોને કામ મળતું હોય છે.

મોટા રસોઈના એક ઓર્ડરમાં 250થી 300 લોકોને રોજગારી અને ભોજન આપતા

કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા દિલીપભાઇનું માનીએ તો તે તેમના મોટા રસોઈના એક ઓર્ડરમાં 250થી 300 લોકોને રોજગારી અને ભોજન આપતા હતા. જે નવી ગાઈડલાઈન પ્રામાણે 50 વ્યક્તિઓના ઓર્ડરમાં માત્ર બે કે ત્રણ લોકોને જ કામ આપી શકે છે. જેને લાખો લોકો માટે બેરોજગારીનો માહોલ ઉભો કર્યો છે.

કોરોનાના કારણે કેટરિંગ ઇન્ડસ્ટ્રી પાસે માત્ર એક ટકા જેટલો બિઝનેસ બચ્યો

કેટરિંગ વ્યવસાય સાથે 21 વર્ષથી સંકળાયેલા અને આણંદ જિલ્લા કેટરિંગ એસોસિએશનના પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના 5000 કરોડના વ્યવસાય સામે મોટો ખતરો ઉભો થયો છે. કરોનાના કારણે કેટરિંગ ઇન્ડસ્ટ્રી પાસે માત્ર એક ટકા જેટલો બિઝનેસ બચ્યો છે. જેના કારણે ખૂબ મોટું આર્થિક નુક્સાન વેઠવું પડશે.

લોકોને રોજગારી આપતી આ ઇન્ડસ્ટ્રીના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે

હજારો લોકોને રોજગારી આપતી આ ઇન્ડસ્ટ્રીના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. સામાન્ય દિવસોમાં લોકોના પ્રસંગોને પોતાનો પ્રસંગ સમજી જવાબદારીવાળું કામ સંભાળતી કેટરિંગ વ્યવસાય નવા નિયમોમાં ગ્રાહકો અને કામદારો બન્નેની વચ્ચે પીસાઈ રહ્યો છે.

આણંદ જિલ્લામાં કેટરિંગ વ્યવસાય સાથે 300થી વધારે લોકો સંકળાયેલા હશે

નાનાં ઓર્ડરમાં કારીગરો નથી મળતા અને મોટા ઓર્ડર માટે સરકારી પરવાનગી નથી. જેના કારણે લાખો લોકો બેરોજગારીની ઝપેટમાં આવી ગયા છે. આણંદ જિલ્લામાં કેટરિંગ ઉદ્યોગની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કેટરિંગ વ્યવસાય સાથે 300થી વધારે લોકો સંકળાયેલા હશે. જેમાંથી 75 જેટલા લોકો પ્રોફેશનલ કેટરિંગ વ્યવસાય પર નિર્ભર કરે છે. જે વર્ષે 300 કરોડ જેટલું ટર્નઓવર ધરાવે છે.

ઇન્ડસ્ટ્રીને મૃતપાય બનતા પહેલા બચાવી લેવા માટે અપીલ કરી

કોરોનામાં આ તમામ લોકોને મળતા ઓર્ડર મહદઅંશે ના સમાન છે. કોરોનામાં નિયમોના પાલન સાથે સરકાર પ્રસંગો ઉજવવા છુટછાટ આપે તેવી અપીલ કરતા નીતિનભાઈ પટેલે સરકારને આ ઇન્ડસ્ટ્રીને મૃતપાય બનતા પહેલા બચાવી લેવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, પૂરના કારણે સરકાર દ્વારા લાગુ કરાય, નીતિનિયમોમાં હવે લોકો ખૂબ ઓછા માણસો સાથે પ્રસંગો ઉજવવા મજબૂર બન્યા છે. તેવામાં કેટરિંગ વ્યવસાય પર માઠી અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં મીઠા ઉદ્યોગને મોટું નુકસાન, ધારાસભ્ય અમરીશ ડેરે કરી સહાયની માંગ

5000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી રાજ્યની કેટરિંગ ઇન્ડસ્ટ્રી સામે ખૂબ મોટું જોખમ ઊભું થયું

હજારોની સંખ્યામાં મહેમાનોની ઉપસ્થિતિમાં ઉજવાતા પ્રસંગો આજે ગણતરીના માણસોની હાજરીમાં ઉજવાઇ રહ્યા છે. જેના કારણે 5000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી રાજ્યની કેટરિંગ ઇન્ડસ્ટ્રી સામે ખૂબ મોટું જોખમ ઊભું થયું છે. હવે સરકાર આ ઇન્ડસ્ટ્રી ને બચાવવા માટે આગળ આવે અને લાખો લોકોની રોજગારી નું સમાધાન લાવે તેવી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સરકાર ને આજીજી કરતાં નજરે પડી રહ્યા છે.

Last Updated : Jun 5, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.