ETV Bharat / state

જાણો, ગુજરાતમાં દૂધાળી ગાયનો વેપાર કરવા છેક ક્યાંથી આવ્યાં વેપારીઓ... - ડેરી વ્યવસાય

ભારત દેશમાં શ્વેતક્રાંતિની શરૂઆત ગુજરાતના આણંદ જિલ્લામાં થઈ હતી. આણંદમાં સ્થાપવામાં આવેલી અમૂલ ડેરી શ્વેતક્રાંતિની અનમોલ ભેટ છે ત્યારે હવે ગુજરાતમાં પશુપાલન એક વ્યવસાય તરીકે શાખ બનાવી ચૂક્યો છે. આ કારણે દૂધાળાં પશુઓના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ ગુજરાતની વાટ પકડી છે.

જાણો ગુજરાતમાં દૂધાળી ગાયોનો વેપાર કરવા ક્યાંથી આવ્યાં વેપારીઓ...

author img

By

Published : Jul 8, 2020, 9:13 PM IST

આણંદઃ આણંદ જિલ્લો અને તેમાં પણ આણંદ શહેર શ્વેત નગરી તરીકે જાણીતો છે. આણંદથી અંદાજિત આઠ કિલોમીટર દૂર બેડવા ગામ આવેલું છે, જ્યાં અત્યારે દૂધાળા પશુઓ જેમાં જર્સી અને એચ.એફ ગાયના વેપારનું કેન્દ્ર બની ગયું છે. બેડવાથી સારસા તરફ જતાં માર્ગ પર અંદાજિત 20 જેટલા વેપારીઓ આ ગાયોનું વેચાણ કરી રહ્યાં છે. જેઓ મૂળ પંજાબનાના રહેવાસી છે. અમૃતસર, ભટિન્ડા,ગુરદાસપુર, બરનાલા ફિરોજપુર, જલંધર, લુધિયાણા વગેરે જિલ્લામાંથી વેપારીઓ અહીં ગાયોના વ્યવસાય માટે આવતાં હોય છે. સાથે હરિયાણાના પણ ઘણાં વેપારીઓ ગુજરાતમાં ગાયનો વ્યવસાય કરવાં આવતાં હોય છે.

જાણો ગુજરાતમાં દૂધાળી ગાયોનો વેપાર કરવા ક્યાંથી આવ્યાં વેપારીઓ...
જાણો ગુજરાતમાં દૂધાળી ગાયોનો વેપાર કરવા ક્યાંથી આવ્યાં વેપારીઓ...
પશુપાલનને જ્યારે લોકો વ્યવસાય તરીકે સ્વીકારી રહ્યાં છે ત્યારે આ વ્યવસાયમાંથી નફો મેળવવા માટે પશુપાલકો જર્સી ગાયને રાખવાનું વધુ પસંદ કરે છે. ગુજરાતની દેશી ગાય કરતાં આ ગાયો પાળવાથી પશુપાલકને ઘણાં ફાયદા થતાં હોય છે. જેવાકે આ ગાય દૂધ વધુ માત્રામાં અને લાંબા સમય સુધી આપતી હોય છે, સાથે જ આ ગાયોમાં બીમારીની પણ સમસ્યા ઘણી ઓછી સામે આવતી હોય છે, માટે હવે પશુપાલકો આ ગાયોને પાળવામાં વધારે રસ ધરાવતાં બન્યાં છે.

પંજાબ પ્રાંતમાંથી આણંદ પાસેના બેડવા ગામમાં hf અને જર્સી ગાયનો વ્યવસાય કરવા આવેલ 20થી વધુ વેપારીઓની ઇટીવી ભારત દ્વારા મુલાકાત કરી ગાયોના વ્યવસાય અંગેની જાણકારી મેળવવામાં આવી હતી, જેમાં પંજાબના વેપારી પન્નાસિંહ પંડિતે જણાવ્યું હતું કે ગુજરાતમાં સારા અને ઉંચી નસલની ઔલાદની ગાયની માગ વધુ રહેતી હોય છે. પંજાબમાં જે ગાયોની મોટી ગૌશાળાઓ આવેલી છે ત્યાંથી સારી નસલની ગાયો ગુજરાતમાં વેચાણ માટે લાવતાં હોય છે. તેમના જણાવ્યા અનુસાર બેડવામાં 15 થી 20 જેટલા પંજાબી વેપારીઓ ગાયનો વેપાર કરે છે જેમાં અંદાજીત 1000 થી 1200 ગાયોનું માસિક વેચાણ થતું હોય છે. પંજાબથી માત્ર આ વિસ્તારમાં ગાયોનું વેચાણ કરવા આવ્યાં હોવાની પણ તેમણે જાણકારી આપી હતી. સામાન્ય રીતે એક ગાયની કિંમત 40થી 85 હજાર સુધીની હોય છે જે ગુજરાતના પશુપાલકો માટે એક સારો વિકલ્પ બની રહ્યો છે.

ગુજરાતમાં પશુપાલનને વધુ વેગવાન બનાવવા ડેરી ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ મદદરૂપ થઈ રહી છે. આર્થિક સહાય અને અન્ય લાભના કારણે પશુપાલન વ્યવસાય બની ઉભરી રહ્યો છે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલક રાજેશભાઈ પરમારે ETVBharatને જણાવ્યું હતું કે પંજાબ અને ગુજરાતનું વાતાવરણ મળતું આવવાના હોવાના કારણે પંજાબથી લાવવામાં આવેલ આ ગાયો ઓછી બીમાર પડે છે. સાથે જ ગુજરાતમાં જે દેશી ગાયની ઓલાદ હોય છે તેને તૈયાર થતાં બે થી ત્રણ વર્ષ જેટલો સમય લાગી જાય છે, જ્યારે પંજાબથી લાવવામાં આવેલ ગાયના બચ્ચાઓ એક વર્ષની અંદર તૈયાર થઈ દૂધ આપતાં થઈ જાય છે, જે પંજાબમાં થતાં ગાયોના સારા ઉછેરને કારણે શક્ય બનતું હોય તેમ કહી શકાય. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાયમાં નફો તો રહેલો છે, પરંતુ મોંઘો ખોરાક અને દૂધના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ઘણા કિસ્સામાં ઓછો નફો સામે આવતો હોય છે.પરંતુ સારી નસલની ગાય જો પશુપાલક દ્વારા ઉછેર કરવામાં આવે તો તેને સારો નફો મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.સરકાર પણ પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ બનાવી રહી છે જે અંગે આણંદના નાયબ પશુપાલન અધિકારી ડોક્ટર સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે સરકાર અત્યારે પશુ ખરીદવા પર તથા ગૌશાળા કે તબેલો બનાવવા પશુપાલકને પ્રોત્સાહન પૂરું પાડવા સરકારની મુખ્ય ત્રણ યોજનાઓ કાર્યરત છે જેમાં પ્રથમ છેે દૂધાળા પશુ વ્યાજ સહાય યોજના, જેમાં એકથી લઇ 20 પશુ ખરીદવા વ્યાજસહાય આપવામાં આવે છે.ખેડૂતે તેમાં પ્રથમ બેન્ક પાસેથી ધીરાણ મેળવી બાદમાં i-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. આ યોજનામાં પશુઓની ખરી કરવા લીધેલ ધીરાણનું ચોક્કસ વ્યાજ નિયત સમય સુધી સરકાર સબસિડી રૂપે આપતી હોય છે.સરકારની બીજી યોજના છે વ્યાજ બાળ દૂધાળાં પશુ યોજના. જેમાં સરકાર દ્વારા સ્વરોજગારીની તકો ઊભી કરવાના ઉદેશ્યથી ચાલુ કરવામાં આવી છે. પશુપાલન માટે આવશ્યક સુવિધાઓ માટે લેવામાં આવેલ ધીરાણ પર સબસિડી આપવામાં આવતી હોય છે. તબેલો બનાવવો, સ્વચ્છ દૂધ માટે મિલ્કિંગ મશીન ખરીદવું, ઘાસચારાનું કટર મશીન,પશુ વીમો, ચાપ મશીન, વગેરે વસાવવા માટે લીધેલા બેન્ક ધીરાણ પર વ્યાજમાં સહાય આપવામાં આવે છે.અન્ય યોજનામાં પશુપાલન કરતા વ્યક્તિઓને વર્કિંગ કેપિટલરૂપે સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતને kccની કેમ 1,60000 રૂપિયા સુધીનું ધીરાણ કોઈ ગેરેન્ટર સિવાય આપવામાં આવે છે. સરકારની આવી યોજનાઓ અને દૂધની વધતી માગના કારણે આજે પશુપાલન એક વ્યવસાયનો વિકલ્પ બની રહ્યું છે. ત્યારે પંજાબના વેપારીઓને ગાયોનો વેપાર કરવા આણંદ જિલ્લો ફળ્યો છે અને હવે પશુપાલક પણ પંજાબની ગાયો પાળવા આગ્રહ રાખતો બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.