ETV Bharat / state

જાણો, રેડ ઝોન આણંદ જિલ્લામાં શું ખુલશે અને શું રહેશે બંધ?

આણંદ જિલ્લાને રેડ ઝોન જાહેર કરાયા બાદ કલેક્ટર દ્વારા રવિવાર મોડી સાંજે જાહેરનામું પ્રસિદ્વ કરાયું હતું. જેમાં સોમવાર તારીખ 4 મેથી શરૂ થનારા બજાર તથા પ્રજાજનોને લગતી બાબતો અંગે જાણકારી આપવામાં આવી છે.

Anand district
આણંદ
author img

By

Published : May 4, 2020, 11:26 AM IST

આણંદ: સમગ્ર જિલ્લામાં ટ્રેનો,બસો, આંતર-રાજય અવરજવર, શાળાઓ-કોલેજો, મહેમાનગતિ, સિનેમા હોલ, શોપિંગ મોલ, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, થિયેટર, બગીચા તથા આ પ્રકારના વધુ સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવા જાહેર સ્થળો, સામાજીક-રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો, ધાર્મિક સ્થળો અને સભાઓ, પૂજા-બંદગીના સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Anand district
માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે

ઓનલાઈન ડિસ્ટન્સિંગ લર્નિગ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત જિલ્લાના ઉમરેઠ, ખંભાતના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઓપીડી અને તબીબી દવાખાના ચાલુ રાખવા પર પ્રતિબંધ છે. કોઇપણ સંસ્થા-જાહેર સ્થળના સંચાલક 5 કે તેથી વધુ લોકોને એકત્રિત થવા દેશે નહી. આ ઉપરાંત લગ્ન પ્રસંગોના સમારોહમાં વધુમાં વધુ 50 તથા અંતિમ સંસ્કાર-ક્રિયામાં 20થી વધુ લોકો હાજરી આપી શકશે નહી.

Anand district
તારીખ 4 મેથી શરૂ થનારા બજાર તથા પ્રજાજનોને લગતી બાબતો અંગે જાણકારી આપવામાં આવી

જિલ્લામાં નિયંત્રણને આધીન ચાલુ રહેનારી પ્રવૃતિ

  • શહેરી વિસ્તારોમાં આવેલા તમામ મોલ, માર્કેટ બંધ રહેશે
  • જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરનારા માર્કેટ તથા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો સવારે 8થી 12 વાગ્યા દરમિયાન ખુલ્લી રહેશે
  • શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓની તમામ દુકાનો સવારે 8થી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
  • શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં મોલ બંધ રહેશે
  • શહેરી વિસ્તારમાં ઔદ્યોગિક એકમો સોશિયલ ડિસ્ટન્સિગ અને નિયમોનુસારના કર્મચારીઓ સાથે કાર્યરત રાખી શકાશે
  • ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃતિઓ કાર્યરત રહેશે
  • શહેરી વિસ્તારમાં બાંધકામ પ્રવૃતિઓ કાર્યરત રાખી શકાશે (કામદારોને સાઈટ પર જરૂરીયાતની વસ્તુ ઉપલબ્ધ હોય તેવી વ્યવસ્થા કરવાની રહેશે)
  • ઈ-કોમર્સ પ્રવૃતિઓ જીવન જરુરી ચીજવસ્તુઓ પૂરતી ચાલુ રહેશે
  • ખાનગી કચેરીઓ 33 ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખી શકાશે

કોરોના સંક્રમિત ખંભાત અને ઉમરેઠ પાલિકા વિસ્તાર બાબતે...

  • ખંભાત અને ઉમરેઠમાં આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ પર કોઈ વિષેશ છૂટ મળશે નહીં
  • ખંભાત અને ઉમરેઠ શહેરોની સરહદો પર કડક નિયંત્રણ સાથે અવરજવરના ચોકકસ પોઈન્ટની ચુસ્ત વ્યવસ્થા કરાશે
  • વ્યકિતઓ તથા વાહનોનું ફરજિયાત ચેકીંગ કરી તેની વિગતવાર નોંધ રખાશે
  • સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
  • માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.