આણંદ જિલ્લાની જમીનને સોના સાથે સરખાવવામાં આવે છે. હાલ સોનાની જમીન વિસ્તારના ખેડૂતોને નવેમ્બરના દિવસોમાં કુદરતનો માર વેઠવો પડ્યો હતો. જેના કારણે જગતના તાતને ભારે આર્થીક નુકસાની વેઠવી પડી હતી. સોમવારે ખેડૂત દિવસના રોજ આવી વિકટ પરિસ્થિતિમાં ઈટીવી ભારત દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી હતી. જે દરમિયાન ખેડૂતોએ સરકાર પાસે મુશ્કેલ સમયમાં મદદરૂપ બની ખેડૂતોનો સહારો બની પડખે ઉભા રહેવા આજીજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા મસમોટું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાને સહાયની ગ્રાન્ટની રકમ મળી ગઈ છે. ત્યારે આ સહાયના નાણા ખેડૂતના ખાતામાં ક્યારે જમા થાય તે જોવું રહ્યું.