આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ડાંગરની કાપણી થતી હોય છે. પરંતુ, ગત રોજ આવેલા વાતાવરણના પલટાના કારણે થયેલ માવઠાથી ચરોતર પંથકમાં ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન આ પણ વાંચો: ચરોતરમાં કમોસમી વરસાદ, પાકને નુકશાન થવાની ભીતિ
ખેડૂતોના માનવા અનુસાર આ સિઝનમાં ડાંગરના પાકને 80 ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. ચરોતર પંથક જ્યાં 70 ટકા વસ્તી ખેતી પર નિર્ભર કરે છે, ત્યારે કમોસમી વરસાદ વરસતા જગતના તાતની મહેનત ઉપર પાણી ફરી વળ્યાની ઘટનાઓ સામે આવી છે. તમામ ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે, ત્યારે સરકાર દ્વારા ખેતીના બહુમૂલ્ય પાકને થયેલ નુકશાનનું ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન આ સંદર્ભે ETV BHARAT દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી સચિન પટેલનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે પાકને થયેલ નુકશાનનો સર્વે કરી ખેડૂતોને મહત્તમ વળતર મળી રહે તે માટે કામગીરી હાથ ધરવાની પ્રાથમિક જાણકારી આપી હતી.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન સરકારી સર્વે સરકાર સુધી અને ખેતીવાડીમાં થયેલ નુકશાનનું વળતર ખેડૂત સુધી ક્યારે પહોંચે છે તે તો આવનાર સમય બતાવશે. પરંતુ, હાલ ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતોની હાલત નવા વર્ષની શરૂઆતમાં જ કફોડી બનવા પામી છે. સાથે સાથે આવનાર શિયાળું સિઝનમાં વાવણી કરવા માટે ઉપયોગમાં લેવા સારું તૈયાર કરાયેલા ધરુંને પણ વરસાદી પાણી અને પવનથી મોટું નુકસાન થયું છે. જે ખેતીની આવનારી સીઝન માટે પણ નુકશાન સર્જ્યું છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન નવા વર્ષની શરૂઆતમાં જગતના તાત પર આવી પડેલ આસમાની આફતથી ચરોતરમાં નુકસાનનું મોજુ ફરી વળ્યું છે. તેવા સંજોગોમાં ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન