ETV Bharat / state

Exclusive - આણંદ કલેક્ટર એમ. વાય. દક્ષિણી સાથે ETV Bharat ની ખાસ વાતચીત - જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા

આણંદ જિલ્લાના નવા કલેક્ટર ( Anand Collector ) તરીકે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણી ( M Y Dakshini )ને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર દક્ષિણીએ ETV bharat સાથે ક્યાં કાર્યોને પ્રાધાન્ય આપશે અને આગામી સમયમાં કેવી રણનિતિ હશે? તે અંગે ચર્ચા કરી હતી.

ANAND COLLECTOR M Y DAKSHINI
આણંદ જિલ્લાના નવા કલેક્ટર એમ. વાય. દક્ષિણી
author img

By

Published : Jun 29, 2021, 8:13 PM IST

  • એમ. વાય. દક્ષિણીએ જિલ્લા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો
  • રાજ્યમાં 77 વહીવટી અધિકારીઓની થઈ હતી બદલી
  • દક્ષિણી મહેસાણા જિલ્લામાં વિકાસ અધિકારી તરીકે બજાવતા હતા ફરજ

આણંદ: રાજ્યમાં 77 જેટલા IAS અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં, આણંદ જિલ્લામાં કલેકટર તરીકે કાર્યરત રામદેવસિંહ ગોહિલની ગિર સોમનાથ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી. જ્યારે, તેમના સ્થાને આણંદ જિલ્લાના નવા કલેક્ટર ( Anand Collector ) તરીકે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એમ. વાય. દક્ષિણી( M Y Dakshini )ને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. હાલ કલેક્ટર દક્ષિણી દ્વારા આણંદ જિલ્લામાં ચાર્જ સાંભળી લેવામાં આવ્યો છે. ત્યારે, ETV Bharat દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

આણંદ જિલ્લાના નવા કલેક્ટર એમ. વાય. દક્ષિણી

આ પણ વાંચો: રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ સાથે ETV BHARATની ખાસ વાતચીત

કુપોષણ નાબૂદ કરવા આપી સૂચના

આણંદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દક્ષિણીને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે સૂપોષણ અભ્યાનમાં નોંધનીય કામગીરી કરવા બદલ કેન્દ્ર સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે હવે આણંદ જિલ્લામાં પણ કલેક્ટર તરીકે સામુહિક, સાર્વત્રિક, સાતત્યપૂર્ણ, સર્વાંગી વિકાસ થાય તે માટે કામ કરી જિલ્લામાંથી કુપોષણ નાબૂદ કરવા માટે આક્રમક કામગીરી કરવા માટે કલેક્ટર દક્ષિણીએ સૂચનાઓ આપી હોવાની માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, આણંદ જિલ્લો ઝડપથી વિકાસ પામતો જિલ્લો છે. જિલ્લામાં ઉદ્યોગ, શિક્ષણ, માળખાકીય સુવિદ્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કલ્ચરલ, ડેવલોપમેન્ટ વગેરે ક્ષેત્રે વધુ સારો વિકાસ કેવી રીતે કરી શકાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

ANAND COLLECTOR M Y DAKSHINI
આણંદ જિલ્લાના નવા કલેક્ટર એમ. વાય. દક્ષિણી

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા તંત્ર સજ્જ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ રાજ્ય સાથે આણંદ જિલ્લામાં પણ સંક્રમણ ફેલાવ્યું છે, ત્યારે કોવિડની આગામી કામગીરી અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાના કેસ નોંધનીય રીતે ઘટી રહ્યા છે. જે વધે નહીં તે માટે તંત્રની જરૂરી બેઠક કરી સૂચનો આપવામાં આવ્યા છે. જે રીતે ચર્ચા છે કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, ત્યારે તે પૂર્વે જિલ્લામાં આવશ્યક આરોગ્યલક્ષી સુવિધાઓ પરિયાપ્ત થઈ રહશે તે માટે કામ કરવામાં આવશે. આ સાથે જિલ્લામાં સંક્રમણ ન ફેલાઈ તેના માટે પ્રજાને સુરક્ષિત રાખી શકાય તેવી કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો: Uniform distribution Anand: 52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ

કલેક્ટર દક્ષિણીએ પ્રજાને કરી અપીલ

આ તબક્કે કલેક્ટર દક્ષિણીએ પ્રજાને અપીલ કરી હતી કે, આણંદ જિલ્લામાં તમામ નાગરિક કોવિડની ગાઇડલાઇનનું પાલન કરે, કામ સિવાય બહાર નીકળવાનું ટાળે, સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી કોરોના સામે સુરક્ષિત રહે, રસી મુકાવીને સુરક્ષિત બને અને કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું રોકવામાં તંત્રને સહયોગ આપે.

કુપોષણ મુક્ત જિલ્લો બનાવવાની પહેલ

ઉલ્લેખનીય છે કે, કલેક્ટર દક્ષિણીના ચાર્જ સંભાળી લીધાને હજુ ગણતરીના દિવસો થયા છે, ત્યારે તેમની કુપોષણ મુક્ત જિલ્લો બનાવવાની દુરંદેશી જિલ્લામાં બાળકોના સ્વાસ્થ્યમાં સુધાર લાવે છે કે કેમ તે જોવું રહ્યું. હાલ નવનિયુક્ત કલેક્ટર દ્વારા જિલ્લાને તમામ ખાતાઓને લગતી જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં અધિકારીની આંતરિક બદલીઓ કરી કલેક્ટર દક્ષિણી વધુ સુઘડ તંત્ર બનાવવા માટે બદલાવ કરે તો નવાઈ ની વાત નહીં!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.