- રાજ્યમાં 77 વહીવટી અધિકારીઓની આંતરિક બદલી
- આણંદ જિલ્લામાં રાજકોટના નાયબ કલેકટરની DDO તરીકે નિમણૂક
- બી.જી. પ્રજાપતિ બન્યા નવા જિલ્લા વિકાસ અધિકારી
આણંદઃ રાજય સરકારે 19 જૂનના રોજ રાજયના સીનિયર 77 જેટલા IASની આંતરીક બદલીના આદેશો કર્યા છે. જેમાં 15 જિલ્લા કલેકટરો અને 19 DDOની આંતરીક બદલી કરાઈ છે. વિવિધ મહાનગરપાલીકાઓમાં ડે.મ્યુનિશિપલ કમિશનરોની આંતરિક બદલી કરાઈ છે. 15થી વધુ જિલ્લા કલેકટર અને 19 જેટલા DDOની આંતરિક બદલી કરવામાં આવી છે. રૂટિન બદલીઓના ભાગ રૂપે આણંદ જિલ્લાના DDO આશીષકુમારની બદલી રાજકોટના એડિશનલ કમિશનર તરીકે કરવામાં આવી છે. જ્યારે રાજકોટના એડિશનલ કમિશનર તરીકે કાર્યભાર સાંભળતા બી.જી.પ્રજાપતિને આણંદ જિલ્લાના DDO તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. બી.જી પ્રજાપતિ હાલ આણંદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળી રહ્યા છે. ત્યારે ETV BHARAT દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
બી.જી.પ્રજાપતિની ETV BHARAT સાથે ખાસ વાતચીત
આણંદ જિલ્લામાં નવા નિયુક્તિ પામેલા જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિએ ETV BHARATને ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં વિકાસલક્ષી કામગીરી પર વધારે ભાર આપવામાં આવશે. જિલ્લાની પ્રજાને મળવા પાત્ર તમામ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવી અરજદારોને તાલુકા અને જિલ્લા પંચાયત સુધી આવવા માટે મજબૂર ના બનવું પડે તે રીતે ની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામ કરવામાં આવશે.
બી.જી.પ્રજાપતિ સરકાર અને પ્રજા વચ્ચેના સંકલનનો ધરાવે છે મોટો અનુભવ
જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ પામેલા બી.જી.પ્રજાપતિ સરકાર અને પ્રજા વચ્ચેના સંકલનનો મોટો અનુભવ ધરાવે છે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમની આ પ્રથમ પોસ્ટિંગ છે. આ અગાઉ તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. આ સાથે પાટણ, ભરૂચ, વગેરે જિલ્લામાં રેવેન્યુમાં પણ અનુભવ ધરાવે છે. રાજકોટ કોર્પોરેશનમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મહામારીમાં ખરાબ થયેલી સ્થિતિને કાબુમાં લાવવાનો અનુભવ હવે આણંદ જિલ્લામાં પણ મહામારીને રોકવા મદદરૂપ બને છે કે કેમ..? તે જોવું રહશે. ત્યારે આ અંગે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જે પ્રમાણે કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેર આવવાની શક્યતા જણાય રહી છે. ત્યારે જિલ્લામાં આરોગ્ય તંત્ર સાથે સરકારની સૂચનાઓ મુજબની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટેની તમામ સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે જે પ્રમાણે તંત્રને જરૂર પડશે તે પ્રમાણે પ્રજાને સુવિધાઓમાં વધારો થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. તેવી માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 13 PSI અને 1 PIની આંતરિક બદલી
કોરોના રસી લેવા અને આરોગ્ય લક્ષી સમસ્યામાં કોરોના ટેસ્ટ કરાવા અપીલ કરી
બી.જી પ્રજાપતિએ મહામારીના સમયે પ્રજાને અપીલ કરી હતી કે, સરકારના નિયમોનું પાલન કરે સોશિયલ ડિસ્ટનસિંગ, સેનિટાઈઝર અને માસ્કનો જરૂરી ઉપયોગ કરે સાથે કોરોનાની રસી મુકાવીને સુરક્ષિત રહે અને જો કોઈ આરોગ્ય લક્ષી સમસ્યા જણાય તો સરકારી કે ખાનગી ડોકટરની સલાહ મુજબ દવા લઈ જરૂરી ટેસ્ટ કરાવી કોરોના છે. કે કેમ, તે સુનિશ્ચિત કરી સારવાર મેળવી જોઈએ.