- વિજય રૂપાણીએ કર્યું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ
- 1.61 કરોડના ખર્ચે તૈયાર થશે આણંદમાં 3 સોલાર પ્લાન્ટ
- 450 kv ની વીજ ઉત્પાદન ક્ષમતા આણંદ નગરપાલિકાને પ્રાપ્ત થશે
આણંદઃ નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 1.61 કરોડના ખર્ચે તૈયાર થનારા 3 સોલર ઉર્જા પ્લાન્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આણંદમાં 22 સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ
આણંદ શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલીએ ખાતમુહૂર્ત સમારંભમાં આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ જિલ્લા કલેક્ટર આર જી ગોહિલ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર હર્ષદ ગોસાઈ સાથે આણંદ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ રાજ્યમાં 16 જેટલી નગરપાલિકાઓમાં આવા 22 સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
આણંદને 18 લાખની આર્થિક મદદ મળશે
આણંદ નગરપાલિકાને 450 કિલો વોલ્ટ વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની સાથે જ 18 લાખ જેટલી માલબત રકમના આવતા વીજ બિલમાંથી રાહત મળવાની શરૂ થશે. જ્યાંથી આણંદ નગરપાલિકામાં વીજબિલને લઈને આવતા આર્થિક ભારણને ઘટાડવામાં મદદ મળશે.
સૌર ઊર્જા વીજ વપરાશને વ્યાપક પ્રોત્સાહક જોગવાઈઓ
આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના તમામ નગરો S.T. P.-W.T.P. યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, નલ સે જલ સ્વરૂપે મળે, ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે તે માટે રાજ્ય સરકારે જારી કરેલી નવી ઐતિહાસિક સોલાર પોલિસીમાં સ્વાયત અને સ્થાનિક સ્તરે સૌરઊર્જા વીજ વપરાશને વ્યાપક પ્રોત્સાહક જોગવાઈઓ આપી છે.
![આણંદમાં વિજય રૂપાણી દ્વારા 3 સૌરઉર્જા પ્લાન્ટનું ઇ-લોકાર્પણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-dedication-of-three-solar-power-plants-in-anand-dry-7205242_29122020153943_2912f_1609236583_896.jpg)
પાયાની સુવિધાના કામો માટે ડ્રેનેજનું આયોજન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નગરપાલિકાઓને આહવાન કર્યું કે, મ્યુનિસિપા પોતાની સંપત્તિ પર સૌરઉર્જા ઉત્પાદન કરે અને પોતાના વપરાશ બાદ વધેલી વીજળી વેચીને આવકના સ્ત્રોત ઊભા કરે મુખ્યપ્રધાને જણાવ્યું કે, ભૂતકાળમાં નગરોમાં વિકાસ કામો, પાણી જેવી પાયાની સુવિધાના કામો, ડ્રેનેજના કામો માટે કોઈ આયોજન ન હતું.લોકોને શુદ્ધ પાણી ન મળતું અને નગરોમાં ડ્રેનેજના અભાવે મેલેરિયા સહિતનો રોગચાળો પણ ફેલાતો.
ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશેઃ મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, હવે નગરોમાં સૌરઊર્જા ઉત્પાદનથી ગ્રીન એનર્જીને વેગ આપવા સાથે વીજ બિલ ખર્ચ ઘટાડવા અને નગરપાલિકાઓ સેલ્ફ સફિશિયન બને તેની પણ વિશેષ કાળજી રાખી છે. તેમણે નગરોમાં સૌર આધારિત વીજળી ઉત્પાદનથી આવકના સ્ત્રોત નગરપાલિકાઓ ઊભા કરી શકે અને એના થકી ગુજરાત દેશને નવો વિકાસ રાહ બતાવશે અને સાથે જ પ્રાથમિક સુવિધા સાથે આધુનિકતાના સમન્વયથી ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.