ETV Bharat / state

આણંદ: ડબલ ગ્રેજ્યુએટ મહિલા પશુપાલનનો વ્યવસાય કરી મેળવી રહી છે લાખો રૂપિયાની આવક

દેશમાં શ્વેત ક્રાંતિની શરૂઆત બાદ પશુપાલન વ્યવસાય તરીકે ઉભરી આવ્યું છે. કૃષિ ક્ષેત્રે સંકળાયેલ ખેડૂતો પશુપાલન કરીને રોજિંદી આવક મેળવતા બન્યા છે. તેવામાં આવકનો સારો સ્ત્રોત માનવામાં આવતા પશુપાલનના વ્યવસાયમાં હવે શિક્ષિત લોકો પણ રસ ધરાવતા બન્યા છે. આણંદની ડબલ ગ્રેજ્યુએટ મહિલા પશુપાલનના વ્યવસાયમાંથી લાખોની આલક મેળવી રહી છે. જાણો આમારા આ વિશેષ અહેવાલમાં...

ડબલ ગ્રેજ્યુએટ મહિલા પશુપાલનનો વ્યવસાય કરી મેળવી રહી છે લાખોની આવક

author img

By

Published : Nov 10, 2020, 2:15 PM IST

  • ડબલ ગ્રેજ્યુએટ મહિલા કરે છે પશુપાલનનો વ્યવસાય
  • દર મહિને મેળવે છે લાખો રૂપિયાની આવક
  • 120 કરતા વધારે ગાયોની બનાવી છે ગૌશાળા
  • સંજોગોવસાત શિક્ષકની નોકરી છોડી શરૂ કર્યું પશુપાલન

    આણંદ: દેશમાં શ્વેત ક્રાંતિની શરૂઆત બાદ પશુપાલન એક વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતો પશુપાલન કરીને રોજિંદી આવક મેળવતા બન્યા છે. તેવામાં આવકનો સારો સ્ત્રોત માનવામાં આવતા પશુપાલનના વ્યવસાયમાં હવે શિક્ષિત લોકો પણ રસ ધરાવતા બન્યા છે. આણંદની ડબલ ગ્રેજ્યુએટ મહિલા પશુપાલનના વ્યવસાયમાંથી લાખોની આવક મેળવી રહી છે.

ડબલ ગ્રેજ્યુએટ મહિલા કરી રહી છે પશુપાલનનો વ્યવસાય

આણંદ જિલ્લાની ડબલ ગ્રેજ્યુએટ મહિલા છેલ્લા છ વર્ષથી પશુપાલન ક્ષેત્રે કામ કરી લાખોની આવક મેળવતી બની છે. ખંભોળજની રહેવાસી પારૂલ પટેલે B.Aનો અભ્યાસ કરી ન્યાય શાસ્ત્રમાં ડીગ્રી મેળવી હતી. બાદમાં આણંદની ખ્યાતનામ સંસ્થામાં શિક્ષક તરીખે જોડાયા હતા. 6 વર્ષ પહેલાં પિતાની તબિયત સારી ન રહેતા નોકરીમાં રજાના પ્રશ્નો થતા તેઓએ નોકરી છોડી પિતાની સેવા કરવાને પ્રાધાન્ય આપ્યું.

પારૂલબેન રોજનું 400 લીટર જેટલું દૂધ અમૂલ ડેરીમાં કરાવે છે જમા

પારૂલબેન પટેલે છ વર્ષ પહેલાં પશુપાલન ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી હતી. જે આજે તેમની મહેનત અને ધગશના કારણે ખૂબ સફળતા મેળવી છે.પારૂલ બેન પાસે આજે 120થી વધુ ગાયો છે. જેમાંથી પારૂલબેન રોજનું 400 લીટર જેટલું દૂધ અમૂલ ડેરીમાં જમા કરાવે છે. જેનાથી તેમને વાર્ષિક લાખો રૂપિયાની આવક મળે છે.

ડબલ ગ્રેજ્યુએટ મહિલા પશુપાલનનો વ્યવસાય કરી મેળવી રહી છે લાખો રૂપિયાની આવક

મહિલા પશુપાલકનું ઉત્તમ ઉદાહરણ

પારૂલબેન માને છે કે, દરેક મહિલાએ તેના અંદરની શક્તિને સમજીને કામ કરવું જોઈએ. જેથી તે સમાજમાં સરખું યોગદાન આપી શકે. નોકરીની માયા મૂકી તેની સરખામણીમાં પશુપાલનનો વ્યવસાય કરતી આ મહિલા પશુપાલક આજે ઘણાને પ્રેરણા આપે છે. પારૂલબેનની ગૌશાળા આજે જિલ્લામાં આદર્શ પશુપાલનનું એક ઉદાહરણ બની ઉભરી આવ્યું છે.

પારૂલબેન પશુપાલન સાથે 5 પરિવારોને રોજગાર પણ આપે છે. સાથે જ વાર્ષિક 48 લાખ રૂપિયાથી વધુનું દૂધ અમુલ ડેરીમાં જમા કરાવે છે અને સારી આવક મેળવી રહ્યા છે.

સરકાર દ્વારા પણ દેશમાં દૂધની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને સાથે જ પશુના સારા આરોગ્ય માટે પણ દવા અને રસી ઉપલબ્ધ કરાવવા માટેની યોજનાઓ કાર્યરત રાખવામાં આવી છે. જે પ્રમાણે પારૂલબેન દ્વારા પશુપાનલમાં સફળતા મેળવી છે તે પ્રમાણે અન્ય લોકો પણ પ્રેરણા મેળવી આ વ્યવસાય કરી શકે તેમ છે, તેવી માહિતી આપતા મદનીશ પશુપાલન અધિકારી ડૉ. મેહુલ પટેલે જણાવ્યું હતું કે, પારૂલબેન દ્વારા છ વર્ષના ટૂંકા ગાળામાં ભરેલી હરણફાળે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ પશુપાલન વ્યવસાયના લાભ સમજાવતા તેમને જણાવ્યું હતું કે, આ વ્યવસાયમાં અંદાજીત 40 ટકા વળતર મળતું હોય છે. જેથી અન્ય વ્યવસાયની સરખમણીમાં વધુ ફાયદો આપતો સાબિત થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.