આણંદ : વિદ્યાર્થીઓને વિદ્યાર્થીકાળ દરમ્યાન જો યોગ્ય પ્રોત્સાહન અને અભ્યાસનો માહોલ મળે તો બાળકો વધુ સારા પરિણામ સાથે અભ્યાસમાં ધ્યાન આપી શકે છે, ત્યારે આવા જ એક કિસ્સામાં આણંદ જિલ્લામાં પોલીસ વડા અને ગૃહ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના વિતરણનું (Scholarships to Students in Anand) આયોજન કર્યું હતું. આ આયોજન પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીના તેજસ્વી બાળકોને અભ્યાસમાં મદદ પુરી પાડવા માટે સ્કોલરશીપ વિતરણનું આયોજન (Scholarships to Children of Police Personnel) કરવામાં આવી રહ્યું છે.
48 બાળકોને સ્કોલરશીપ આપી
આણંદ જિલ્લામાં સ્કોલરશીપના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે આ સ્કીમ અંતર્ગત આણંદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાનોના 48 જેટલા બાળકોને સ્કોલરશીપ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તેજસ્વી બાળકોને શોધીને આર્થિક મદદ પુરી પાડી
આણંદ જિલ્લા પોલીસ વડા(Chief of Police in Anand District) મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યણ દ્વારા DG ઓફીસની સૂચના પ્રમાણે જિલ્લામાંથી પોલીસ જવાનોના તેજસ્વી બાળકોને શોધીને તેમને આર્થિક મદદ (Scholarships to Police Children in Anand) પુરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યણે લાભાર્થી બાળકોને અભિનંદન આપ્યા હતા, સાથે જ અન્ય બાળકોને અપીલ કરી હતી કે, આગામી સમયમાં બાળકો વધુ સારું પરિણામ લાવીને તેમના જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે.
આ પણ વાંચોઃ Scholarship Disability Students: રાજ્યમાં 40 ટકાથી ઓછા દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ
આ પણ વાંચોઃ University of Agriculture: PHDનો અભ્યાસ કરતા 41 વિદ્યાર્થીઓને સંશોધન માટે ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરાયા