છેલ્લા ઘણા સમયથી સાબરમતી નદી પર ગાલ્યાણા બ્રિજ જે ક્ષતિગ્રસ્ત હોવાથી બ્રિજને યાતાયત માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા માર્ગ પર ડાઈવર્ઝન આપતા યાત્રીઓને 70 કિલોમીટર ફરીને જવા ફરજ પડતી હતી. ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાબરમતી નદી પર 416 મીટરની લંબાઈ ધરાવતો 3 માર્ગીય બ્રિજ માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ કરી સ્થાનિકો માટે ગુજરાતનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો માર્ગ જ્યાં સાબરમતી બ્રીજ પર આપવામાં આવેલ ડાયવર્ઝન નદીમાં આવેલા પાણીના પ્રવાહને કારણે ક્ષતિગ્રસ્ત થતા ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત બ્રિજને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી માત્ર ગણતરીના દિવસો મા જ પ્રજા માટે ખુલ્લો મુકતા હવે રોજના 15 થી 17 હજાર સાધનોને 70 કિલોમીટર ફરીને જવું નહીં પડે. જે માર્ગ પર આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું તે માર્ગ વાસદથી બગોદરા સુધી એટલે કે 100 કિલોમીટરનો માર્ગને 6 માર્ગીય બનાવવાની કામગીરી પણ આવનાર 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જે પ્રોજેક્ટ 1700 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. જેથી સ્થાનિક નાગરિકોએ સરકારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદ અને ખેડાના સંસદ સભ્ય મિતેશભાઇ તથા દેવસિંહ આણંદ, જિલ્લાના પૂર્વ સાંસદ દિલીપ પટેલ, ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, ચોટીલાના ધારાસભ્ય પૂનમ પરમાર સહિત પક્ષના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.