- આણંદ જિલ્લામાં 35 જેટલી ડ્રાઇવિંગ સ્કૂલ કાર્યરત
- કોરોના બાદ આ વ્યવસાયમાં 40 થી 50 ટકાનો ઘટાડો
- સરકારી નિયમો મુજબ એપોઇન્ટમેન્ટ આપી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે
આણંદઃ ચરોતરનું મુખ્ય મથક કહી શકાય તેવા આણંદ જિલ્લામાં 35 જેટલી ડ્રાઇવિંગ સ્કૂલો આવેલી હોવાની માહિતી આણંદના આરટીઓ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. અધિકારીના જણાવ્યાં પ્રમાણે મોટર વિહિકલ એકટના નિયમો પ્રમાણે ડ્રાઇવિંગ શીખવતી શાળાઓને પરવાનગી આપવામાં આવે છે, જેમાં પ્રશિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનોમાં જરૂરી નિયમ મુજબના ફેરફાર કરીને વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
![ડ્રાઇવિંગ સ્કૂલના વ્યવસાય પર કોરોનાની નકારાત્મક અસર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-impect-of-covid-on-driving-school-in-anand-district-hyc-7205242_06022021163604_0602f_02440_883.jpg)
કોરોનાની મહામારીની આ વ્યવસાય પર ખૂબ માઠી અસર
આણંદ જિલ્લામાં ઘણા લાંબા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા નિશીત અરોરાના જણાવ્યાં પ્રમાણે જિલ્લામાં બોહળો વર્ગ ગાડી ચલાવવામાં નિપુર્ણતા લાવવા માટે જિલ્લામાં ચાલતી ડ્રાઇવિંગ સ્કૂલમાં તાલીમ માટે આવતા હોય છે, જે અંગે જેતે સંસ્થામાં વાહન વહનમાં નિપુર્ણતા ધરાવતા લોકો દ્વારા વિદ્યાર્થીઓને ગાડી ચલાવવા માટે જરૂરું માર્ગદર્શન આપી ઓન રોડ ટ્રેનિંગ આપવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કોરોનાની મહામારીની આ વ્યવસાય પર ખૂબ માઠી અસર પહોંચી હોવાની માહિતી તેમણે આપી હતી. અંદાજિત 2 થી 3 માસ સુધી આ વ્યવસાય સમગ્ર બંધ રહ્યો હતો, તે બાદ ક્રમશઃ આ વ્યવસાય સરકારી ગાઈડલાઈન મુજબ પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યારે 40 થી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ તાલીમ માટે આવતા હોવાની જાણકારી આપી હતી.
![ડ્રાઇવિંગ સ્કૂલના વ્યવસાય પર કોરોનાની નકારાત્મક અસર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-impect-of-covid-on-driving-school-in-anand-district-hyc-7205242_06022021163556_0602f_02440_478.jpg)
કોરોનાની ગાઈડલાઈનનું કરાય છે પાલન
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં ચાલતી મહત્તમ ડ્રાઇવિંગ સ્કૂલોમાં કોરોનાને લઈ સરકારી નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જેમાં ગાડીને સેનિટાઇઝિંગ કરવું વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવુ વગેરે નિયમોને ધ્યાન રાખીને કામગીરી કરવામાં આવે છે. ARTOના જણાવ્યાં મુજબ સરકારના નિયમોને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવે છે, જેમાં કોવિડનું સંક્રમણ ન વધે તે રીતની એસ.ઓ.પી મુજબની કામગીરી કરવામાં આવે છે અને આર.ટી.ઓ દ્વારા તેનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે.
![ARTO ઓફિસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-impect-of-covid-on-driving-school-in-anand-district-hyc-7205242_06022021163604_0602f_02440_124.jpg)
સ્કૂલ દ્વારા 1500 થી 4500 સુધીની ફી પણ વસુલવામાં આવે છે
પ્રાપ્ત માહિતી મુજબ 35 જેટલી ડ્રાઇવિંગ સ્કૂલમાં જુદા જુદા મોડલની ગાડીઓ પ્રશિક્ષણ માટે વપરાશમાં લેવામાં આવતી હોય છે, જેમાં મારુતિ હુંડાઈ મહિન્દ્રા, કિયા, ટોયોટા જેવી કંપનીની ગાડીઓની મહત્તમ માગ રહેતી હોય છે, જેમાં અલગ અલગ સ્કૂલ દ્વારા 1500 થી 4500 સુધીની ફી પણ વસુલવામાં આવે છે. જિલ્લામાં ડ્રાઇવિંગની શાળાઓમાં તાલીમ માટે આવતા વિદ્યાર્થીઓ પણ સરકારી નિયમો સામે સંતુષ્ટ હોવાની જાણકારી વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે આગામી સમયમાં આ વ્યવસાય પણ પુનઃ વેગવંતુ બનશે તેમ આ વ્યવસાય સાથે સંકળાયેલા વહેપારીઓ આશા રાખી બેઠા છે.