સતત વધી રહેલા પ્રદૂષણનાં કારણે સૂર્યની ગરમીથી રક્ષણ આપતા ઓઝોન વાયુના પડમાં ગાબડા પડવાની શરૂઆત થઇ છે. પરિણામે સૂર્યના કિરણો સીધાં જમીન પર પડવા લાગ્યા છે, જેને કારણે વૈશ્વિક ઉષ્ણતામાં વધારો થઇ રહ્યો છે જેથી હવામાન અને તાપમાનમાં ધરખમ ફેરફારો થવા લાગ્યા છે. તેથી જ આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા આણંદ સ્થિત એલીકોન ગ્રુપ ઓફ કંપની દ્વારા એક મશીન વિકસાવવામાં આવ્યું છે.
જેના થકી ભવિષ્યમાં કરોડો વૃક્ષોને ઉછેરવા માટે જરૂરી બીજને પ્રોસેસ કરી તેના ઉપર ફળદ્રુપ માટી તથા ખાતરનું આવરણ બનાવી તેને ખુલ્લી જગ્યામાં નાખી દેવાથી આપમેળે તે બીજ વિકસિત બની અને સરળ વૃક્ષારોપણ કરી શકાશે. એલીકોન ગ્રુપ ઓફ કંપનીનું આ મશીનમાં 'seed bomb' અથવા તો 'બીજ બોલ' બનાવવાની જૂની પ્રણાલીને યાંત્રિકતાથી સંભવ કરી બતાવ્યું છે. એલિકોન ગ્રુપ ઓફ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ મશીન થકી 8 કલાકમાં અંદાજિત 25 હજાર કરતા વધુ સીડ્સ બોમ બનાવી શકાશે.
આગામી સમયમાં 1 કરડો જેટલા બીજ બોલ એલિકોન ઓર્ગેનિક ફાર્મ દ્વારા બનાવી વિવિધ સંસ્થાઓનો લાભ લઇ તેને પ્રથમ ચરોતરમાં અને બાદમાં પુરા રાજ્ય અને દેશમાં નાખવામાં આવશે. જેથી ભવીષ્યમાં વૃક્ષની સંખ્યામાં વધારો થાય અને તેનો સીધો ફાયદો પર્યાવરણને થશે અને વૈશ્વિક ઉષ્ણતામાં ઘટાડો થવામાં મદદરૂપ થશે.