ETV Bharat / state

ભૂજ સહજાનંદ કોલેજની ઘટના સંદર્ભે વિદ્યાનગરમાં NSUI વિદ્યાર્થિનીઓએ વિરોધ કાર્યક્રમ યોજ્યો - વિરોધ કાર્યક્રમ

આણંદના વિદ્યાનગર સ્થિત શહીદ ચોક ખાતે એનએસયુઆઈની વિદ્યાર્થીનીઓ દ્વારા ભૂજની સહજાનંદ કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે ઘટેલી ઘટના પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.

aa
ભૂજ સહજાનંદ કોલેજની ઘટના સંદર્ભે વિદ્યાનગરમાં NSUI વિદ્યાર્થિનીઓએ વિરોધ કાર્યક્રમ યોજ્યો
author img

By

Published : Feb 17, 2020, 7:56 PM IST

આણંદઃ ભૂજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં થોડા દિવસો અગાઉ વિદ્યાર્થિનીઓને સંચાલકો દ્વારા ઘટેલી એક ઘટનાનો વિવાદ થયો હતો. જેમાં ભૂજ અને આસપાસના વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો હતો. જેના વિરોધમાં સોમવારે વિદ્યાનગર સ્થિત એનએસયુઆઇની છાત્રાઓ દ્વારા શહીદ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભૂજ સહજાનંદ કોલેજની ઘટના સંદર્ભે વિદ્યાનગરમાં NSUI વિદ્યાર્થિનીઓએ વિરોધ કાર્યક્રમ યોજ્યો
એનએસયુઆઈની છાત્રા ચેતના રોયે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં એકતરફ સરકાર જ્યારે નારી શક્તિ અને નારી સશક્તિકરણની વાતો કરતી હોય અને બીજી તરફ કોઈ સંસ્થા દ્વારા છાત્રાઓ સાથે આવો વ્યવહાર થતો હોય તે બિલકુલ વ્યાજબી નથી. વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા આ ઘટના અંગે માફી માગવી જોઈએ અને તે ભોગ બનનાર છાત્રોને ન્યાય મળવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.