આણંદ: આમોદ ગામે રહેનારા સુધાબેન મકવાણાએ પોતાના પુત્રનું વર્ષ 2013માં જિલ્લા કલેક્ટરની મંજૂરી લીધા વિના હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવ્યું હતું. આ ધર્મ પરિવર્તન અંગેની જાણ ધર્મના 'જસ્ટિસ ફોર પીસ એન્ડ જસ્ટિસ'ના કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ નટવર સિંહ રાઠોડને થતાં તેમણે પેટલાદ રૂરલ પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વર્ષ 2001માં આમોદ ગામે રહેતા સુધાબેને નિલેશકુમાર ચોરસિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને બાદમાં છુટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા બાદ તેમણે વર્ષ 2013માં તેમના પુત્રનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવ્યું હોવાની ઘટના બની હતી. જે અંગે એક સામાજિક કાર્યકરને જાણ થતાં તેમણે પેટલાદ રૂરલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.