આણંદ: ખંભાત જૂથ અથડામણ(Communal violence in Gujarat) મામલો દિન પ્રતિદિન વધુને વધુ ખુલસાઓ સાથે નવા નવા વણાંક લઈ રહ્યો છે. રામનવમીના નિમિત્તે(Khambhat Ram Navami Procession) નીકળેલી શોભાયાત્રા પર આસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા સક્કરપુર પથ્થરમારામાં(Communal violence in Khambhat ) સામેલ વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ખંભાત પોલીસે(Anand superintendent of police) શોભાયાત્રા પર હુમલો કરનાર 162 જેટલા અસામાજિક તત્વો સામે ગુનો નોંધીને ધડપકડનો સિલસિલો શરૂ કરાયો છે. જેમાં આજે પોલીસે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ખંભાતમાં પણ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો, ટોળાએ ઘરોમાં પણ આગચંપી કરી
જૂથ અથડામણ મામલે ધરપકડનો દોર યથાવત - આણંદ પોલિસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(anand special investigation team) દ્વારા 15 તારીખ સુધીમાં કુલ 11 જેટલા આરોપીઓને ઓળખીને 9 જેટલાની અટકાયત કરી દેવામાં આવી છે. જ્યારે આજે ધમાલમાં સક્રિય ભૂમિકા ભજવવાની શંકા સાથે અન્ય 5 જેટલા વ્યક્તિની ધડપકડ કરવામાં આવી છે.
વધુ રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી - જિલ્લા પોલીસ દ્વારા ધમાલ બાદ તુરંત અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી છે. આ ભાગરૂપે પકડેલા 9 જેટલા શખ્સોના આજે ત્રણ દિવસના રિમાન્ડ પુરી થતા હોવાથી વધુ રિમાન્ડ મેળવવા માટે(demand for more remand) કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ આ તોફાનોમાં સક્રીય કામગીરી કરનાર અન્ય 5 શખ્સોને આણંદ પોલીસે ઝડપી લીધા છે. જેમના અટકાયતી પગલાં ભરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલામાં મહત્ત્વનું એ છે કે પોલીસે ઝડપેલાં 5 આરોપીઓની ભૂમિકા અંગે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ત્યારે પોલિસ તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.