- કાણીસા ગામે સ્વચ્છ અને સર્વોત્તમ બનવાનું નક્કી કર્યું
- સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો
- ખંભાતના કાણીસા ગામને સ્વચ્છ બનાવવાનો આયોજન હાથ ધરાતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લહેર
આણંદ : ખંભાતનું કાણીસા ગામ હર હમેશ કોઈ પણ નવી પહેલ બાબતે તાલુકા સહિત જિલ્લામાં અગ્રેસર હોય છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ગામમાં સ્વચ્છતા બાબતે એક નવતર આયોજન સરપંચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કાણીસા ગામે કચરો વ્યવસ્થાપન ક્ષેત્રે નવી પહેલ શરૂ કરી છે. "સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા" આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગ રૂપે, કાણીસા ગ્રામ પંચાયત દ્વારા કાણીસા ગામને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર ગામોમાંથી એક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - યુનિસેફ અહેવાલ: વિશ્વની સ્વચ્છતા સ્થિતિ
ગામને સ્વચ્છ અને સક્ષમ કરવાના પ્રયત્નો હાથ ધર્યા
"સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા" પ્રોજેક્ટ મિશન અંતર્ગત કાણીસા ગામે ઘનકચરાનો ડોર ટૂ ડોર સંગ્રહથી લઈ કચરાને વિવિધ પ્રક્રિયાઓ હેઠળ વિનાશ કરવા સુધીની પદ્ધતિ અપનાવી ગામને સ્વચ્છ અને સક્ષમ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. "સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા" મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અર્થ રક્ષક ફાઉન્ડેશન અને કાણીસા ગ્રામ પંચાયતની ભાગીદારીથી શરૂ કરવામાં આવ્યો છે. કાણીસા સરપંચ ચંપા ચૌહાણના જણાવ્યા મુજબ "સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા" પ્રોજેક્ટ કાણીસા ગામને રાજ્યમાં નવી ઓળખ આપશે અને કાણીસા ગામ ગુજરાત અને દેશના ગામડાઓ માટે એક ઉદાહરણ તરીકે ઉભરી આવશે. આ માટે અમે પ્રયત્નશીલ છીએ.
આ પણ વાંચો -
- ખંભાતના યુવાઓની સરાહનીય કામગીરી: માસૂમ બાળકના બચાવવા માટે અનેક યુવાનો મેદાનમાં આવ્યા
- ખંભાત શહેરના બે વિદ્યાર્થીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યું
- ખંભાત નગરપાલિકા તથા તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
- ખંભાતમાં રેડ કરીને આણંદ SOGએ 3.25 કરોડની રોકડ જપ્ત કરી
- ખંભાત માધવલાલ શાહ હાઇસ્કુલનું કોરોના દરમિયાન અનોખું અભિયાન
- ખંભાત નગરપાલિકા તંત્ર આવશ્યક સેવાઓ અવિરત પણે ચાલુ કરવામાં નિષ્ફળ