ETV Bharat / state

Charusat University Anand: ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કમાલ, બનાવી 7 ફોર્મ્યુલા રેસિંગ કાર

આણંદની ચારુસેટ યુનિવર્સિટી (Charusat University Anand)ના વિદ્યાર્થીઓએ 7 ફોર્મ્યુલા રેસિંગ કાર (Formula racing car by students gujarat) બનાવી છે. ચારુસેટ યુનિવર્સિટીની ટીમ ઓજસ્વતે છેલ્લાં 10 વર્ષથી ફોર્મ્યુલા કારની સ્પેશિયલ ડિઝાઇનવાળી 7 જેટલી ગાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉતારી છે.

Charusat University Anand: ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કમાલ, બનાવી 7 ફોર્મ્યુલા રેસિંગ કાર
Charusat University Anand: ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કમાલ, બનાવી 7 ફોર્મ્યુલા રેસિંગ કાર
author img

By

Published : Jan 20, 2022, 7:55 PM IST

આણંદ: ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધામાં ચારુસેટ (Charusat University Anand)ની ઓજસ્વત ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. ચંદુભાઈ એસ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (chandubhai s patel institute of technology)ના 14 જેટલા ઉભરતા એન્જિનિયર દ્વારા એક અધભૂત રેસિંગ કાર (Formula racing car by students gujarat) તૈયાર કરાઈ છે, જે આજે એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ કરેલી મહેનતને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે.

14 જેટલા ઉભરતા એન્જિનિયર દ્વારા એક અધભૂત રેસિંગ કાર તૈયાર કરાઈ છે.

7 જેટલી ગાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉતારી

દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી ગાડીઓની રાષ્ટ્રીય સ્તરે યોજાતી ભારત ફોર્મ્યુલા રેસિંગ કાર સ્પર્ધા (India Formula Racing Car Competition)માં ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીની ઓજસ્વત ટીમે ધુમ મચાવી છે. ટીમ ઓજસ્વતે છેલ્લાં 10 વર્ષથી ફોર્મ્યુલા કારની સ્પેશિયલ ડિઝાઇનવાળી 7 જેટલી ગાડીઓને દેશમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉતારીને અનેક સિદ્ધિઓ પોતાને નામ કરી છે. સંસ્થાના 3 વિદ્યાશાખામાં અભ્યાસ કરતા 14થી 15 જેટલા વિદ્યાર્થીઓની વિશેષ ટીમ દર વર્ષે એક વિશેષ કારની ડિઝાઇન અને મોડેલ તૈયાર કરે છે જેને સંસ્થાના સહયોગ થકી વિવિધ સ્પર્ધાઓમાં ઉતારવામાં આવે છે.

કારના અત્યાર સુધીમાં 7 જેટલા મોડેલ વિવિધ સ્પર્ધાઓમાં ઉતારીને આ વિદ્યાર્થીઓ અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે.

અનેક સ્પર્ધામા ઝળકી છે ઓજસ્વત ટીમ

આ અંગે માહિતી આપતા સંસ્થાની ઓજસ્વત ટીમના સભ્ય આર.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, ચારુસેટ યુનિવર્સિટીમાં મિકેનિકલ અને અન્ય 3 વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત ટીમ બનાવીને એક રેસિંગ કાર તૈયાર કરવામાં આવે છે. કારના અત્યાર સુધીમાં 7 જેટલા મોડેલ વિવિધ સ્પર્ધાઓમાં ઉતારીને આ વિદ્યાર્થીઓ અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. વર્ષ 2021માં રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી એક ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લઈને ડ્રેગ ઇવેન્ટમાં બીજું સ્થાન, એન્જિનિયરિંગ ડિઝાઇનમાં પાંચમું સ્થાન અને ઓવર ઓલ કેટેગરીમાં છઠ્ઠું સ્થાન મેળવીને અનોખી સિદ્ધિ મેળવી છે.

આ પણ વાંચો: Corona cases in Gujarat:સૌથી વધુ 2500 વિદેશ પ્રવાસીઓ ધરાવતા આણંદમાં 133 કોરોના કેસ

વિદ્યાર્થીઓની ટીમ દ્વારા વિશેષ રેસિંગ કાર બનાવવામાં આવી

આ અંગે સંસ્થાના ફોર્મ્યુલા કાર ડિઝાઇન ટીમ ઓજસ્વત ટીમના છેલ્લા 6 વર્ષથી ગાઈડ તરીકે કામ કરતા પ્રોફેસર આનંદ પટેલે Etv ભારતને જણાવ્યું હતું કે, દેશમાં અત્યારે ફોર્મ્યુલા કાર અને તેની સ્પર્ધાઓની ખૂબ ચર્ચા રહેતી હોય છે ત્યારે આણંદની ચારુસેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એન્જિનિયરિંગ વિદ્યા શાખાના ઉત્સાહી વિદ્યાર્થીઓની ટીમ દ્વારા એક વિશેષ રેસિંગ કાર બનાવવામાં આવી છે, જેણે રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી ભારત ફોર્મ્યુલા રેસિંગ કારની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સંસ્થા અને સ્ટેટનું નામ રોશન કર્યું છે.

અતિઆધુનિક નવી રેસિંગ કાર બનાવવા માટેની મહેનત હાલ ચાલી રહી છે.

રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં દેશમાંથી 32 જેટલી વિવિધ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ડ્રેગ ઇવેન્ટમાં આ કાર બીજા સ્થાને આવી હતી. જ્યારે ઓવરઓલ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે ઓજસ્વતે છઠ્ઠા સ્થાને રેન્ક મેળવ્યો હતો. સંસ્થાના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ ચારુસેટ યુનિવર્સિટીના વ્યવસ્થા મંડળ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ વગેરેનો પૂરો સાથ સહકાર મળતો હોવાનું જણાવી તેમનો આભાર માનતા કહ્યું હતું કે, આગામી વર્ષોમાં હજુ વધારે મહેનત કરીને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા માટેના ધ્યેય સાથે અતિઆધુનિક નવી રેસિંગ કાર બનાવવા માટેની મહેનત હાલ ચાલી રહી છે. આગામી સમયમાં આ કાર આવનારી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે તેવી આ મહેનતુ ટીમે આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: 108 Emergency Ambulance: આણંદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની વિશિષ્ટ કામગીરી, ગત વર્ષ દરમિયાન 4257 વ્યક્તિના જીવ બચાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.