આણંદ જિલ્લાના બોરસદ તેમજ પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. બોરસદ તેમજ પેટલાદ શહેરની ગણના અતિ સંવેદનશીલ શહેરોમાં (Highly Sensitive Cities) થાય છે. બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દૂ સંગઠનોની માંગ હતી. બન્ને શહેરોની માંગણીને રાજ્યપાલે મારી મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.
મિલકતની તબદીલી બોરસદ તેમજ પેટલાદ શહેરમાં અશાંત ધારો લાગુ કરતા રાજ્યપાલે આજે મહોર લગાવી દીધી છે. બોરસદ તેમજ પેટલાદ શહેરની ગણના અતિ સંવેદનશીલ શહેરોમાં થતી હોય છે. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમને અવર નવાર બન્ને શહેરો માંથી સ્થાનિકો દ્રારા અસરકારક અશાંતધારાનો કાયદો પેટલાદ અને બોરસદ શહેરમાં પસાર કરવા માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે જિલ્લા પ્રમૂખ વિપુલ પટેલ દ્વારા મળેલી રજૂઆતોને સરકાર સુધી પહોંચાડી અસરકારક અમલીકરણ કરવા માટે અપીલ કરી હતી.
અનુમતિની મહોર બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દૂ સંગઠનોની માંગણી કરવામાં આવી હતી. સ્થાનિકોની માંગને ધ્યાને રાખી જિલ્લા સંગઠન તરફથી થયેલ રજૂઆત પર મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્રારા અનુમતિની મહોર લગાવવામાં આવી હતી. બન્ને શહેરોની માંગણીને રાજ્યપાલે મંજૂરીની મહોર લગાવતા સ્થાનિક કક્ષાએ લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અશાંત ધારો લાગુ થતા હવે મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય જેથી શહેરોમાં કોમી એકતા જાળવાય રહેશે અને મિલકત વિવાદના પ્રશ્નોનું મહદ્ અંશે નિરાકરણ લાવવામાં સફળતા મળશે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.