ETV Bharat / state

ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિથી RTOની કામગીરી બની સરળ અને પારદર્શી

author img

By

Published : May 24, 2021, 5:02 PM IST

રાજ્યમાં RTOની કામગીરી ઓનલાઈન બનતા અરજદારોને રાહત મળી રહી છે. આમ, આણંદમાં આ ઓનલાઈન પ્રક્રિયાઓને કારણે RTOમાં પ્રચલિત બનેલી એજન્ટ પ્રથા પણ બંધ થઇ ગઇ છે. આ ઉપરાંત, અરજદાર જાતેજ ઓનલાઇન પોતાની અરજી કરી શકે છે અને અનુકૂળ સમયે એપોઇન્ટમેન્ટ લઈ ટેસ્ટ આપી ડ્રાઇવિંગ લાઇસન્સની કામગીરી માટે સરળતાથી કામ કરી શકે છે.

ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિથી RTOની કામગીરી બની સરળ અને પારદર્શી
ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિથી RTOની કામગીરી બની સરળ અને પારદર્શી

  • જિલ્લામાં મહિનામાં 2000 જેટલી ડ્રાઇવિંગ લાઇસન્સની અરજીઓ
  • ઓનલાઇન પ્રક્રિયાથી અરજદારને થઈ રહી છે સરળતા
  • ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને તમામ પ્રકારની અરજી થઈ ઓનલાઇન

આણંદ: રાજ્યમાં વાહનવ્યવહાર નિગમ અને રાજ્ય પરિવહન વિભાગમાં મહત્તમ કામગીરી ઓનલાઇન થવા લાગી છે. જેમાં, RTOની કામગીરી સરળ અને પારદર્શક બનાવી દીધી છે. હવે, અરજદાર કોઈપણ સ્થળેથી RTOને લગતી કામગીરી જેવી કે ડ્રાઇવિંગ લાઇસન્સ, લર્નિંગ લાઈસન્સ, RC વગેરેને લગતા કામ માટે ઓનલાઇન અરજી કરી સમય અને નાણાં બન્નેની બચત કરી શકે છે. રાજ્યમાં લાઈસન્સ માટેની ઓનલાઇન અરજી શરૂ થયા બાદ RTOમાં પ્રચલિત બનેલી એજન્ટ પ્રથા પણ બંધ થઇ ગઇ છે. જેમાં, હવે અરજદારે સરળતાથી પોતાની અરજી ઓનલાઇન કરી નિયત ફી ભરી નોાંધણી કરાવી લાઇસન્સની કામગીરી પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચો: આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં 132 કામો મંજુર

ડ્રાઇવિંગ લાયસન્સ માટેની કામગીરી સરળ અને સુઘડ બની

આણંદ જિલ્લામાં આવેલા ARTO કચેરી ખાતે લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સની કેવી પ્રક્રિયા છે તે માટે ETV Bharat દ્વારા રિયાલિટી ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં, ARTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેની કામગીરી અને ઓનલાઇન પ્રક્રિયા સરળ અને સુઘડ હોવાની જાણકારી અરજદારોએ આપી હતી. આણંદ ARTO કચેરીમાં દૈનિક 80થી 100 જેટલી અરજીઓ નવા ડ્રાઇવિંગ લાઈસન્સ માટે ટેસ્ટ આપવાની આવે છે. જેમાંથી, RTOના નિયમ અનુસાર બનાવેલા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાંથી અરજદારને પોતાના વાહન સાથે પસાર થવાનું હોય છે. જે ટેસ્ટમાં પાસ થયા બાદ તેને પાકા લાઇસન્સ માટે યોગ્ય ઠેરવવામાં આવે છે.

આ રીતે આપવામાં આવે છે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ

આ અંગે માહિતી આપતા આણંદ ARTOના AIMB કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રમાણે સાધન ચલાવવા માટે લાઇસન્સ મેળવવા અરજદારોએ ઓનલાઇન અરજી કરવી પડે છે. જેમાં રહેઠાણનો પુરાવો, ઉમરનો પુરાવો, ફોટો વગેરેની જરૂર પડે છે. જે માટે, અરજદાર દ્વારા સીધું પરિવહનની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવામાં આવતી હોય છે. જે બાદ, આણંદ જિલ્લામાં અધિકૃત કરેલી 8 ITI માંથી કોઈપણ એક ITIમાં અરજદાર દ્વારા ઓનલાઇન ટેસ્ટ આપવામાં આવે છે. જે પાસ કર્યાના 30 દિવસથી 6 મહિના સુધીમાં તેને ARTO આણંદ ખાતે એપોઇન્ટમેન્ટ લઇને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવવાનું હોય છે. જ્યાં, જરૂરી નિયમો અનુસાર બનેલા ટેસ્ટ ટ્રેકમાંથી પસાર થઈ અરજદારોએ પાસ થવાનું હોય છે. એકવાર જો અરજદાર ટેસ્ટમાં નિસફળ જાય છે તો તેને 7 દિવસના અંતરે 3 પ્રયત્નો આપવામાં આવે છે. જે પછી તેની અરજી અમાન્ય બની જાય છે અને જો તે આ દરમ્યાન પાસ થઈ જાય છે તો ARTO કચેરીથી આકશ્યક પ્રક્રિયા કરી પોસ્ટ મારફતે ડ્રાઇવિંગ લાઈસન્સ અરજદારના ઘરે મોકલી આપવામા આવે છે. આ ઉપરાંત, અરજદાર અન્ય રાજ્યમાંથી આવતો હોય તો તેના રાજ્યના રહેઠાણના પુરાવા સાથે અહીંના ભાડાકરાર અથવા જો તે કોઈ સંસ્થામાં ફરજ બજાવે છે તો તેના કાગળ સાથે PCCના આધારે લાઇસન્સ કાઢી આપવામાં આવતું હોય છે.

આ પણ વાંચો: સામાન્ય પરિવારના દીકરાએ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરી, નોકરી મેળવી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું

અરજદાર અનુકૂળ સમયે એપોઇન્ટમેન્ટ લઈ ટેસ્ટ આપી શકે

હાલ, RTO માટે એક છબી બની ગઈ હોય છે કે, કામ માટે એજન્ટ અથવા મિડલમેન વગર કામ ન થાય તે છબી હવે ઓનલાઇન થયેલી પદ્ધતિ બાદ બદલાઈ ગઈ છે. જે પ્રમાણે, સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે ખુબજ સરળ અને પારદર્શક હોવાથી હવે અરજદારોને એજન્ટો પર નિર્ભર રહેવું પડતું નથી. અરજદાર જાતેજ ઓનલાઇન પરિવહનની વેબસાઈટ પર જઈ પોતાની અરજી કરી શકે છે અને અનુકૂળ સમયે એપોઇન્ટમેન્ટ લઈ ટેસ્ટ આપી ડ્રાઇવિંગ લાઇસન્સની કામગીરી માટે સરળતાથી કામ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.