આણંદઃ આજે આપણે મુલાકાત કરી રહ્યા છીએ આણંદમાં આવેલ નેચરો થેરેપી માટે અદ્યતન સેન્ટર (Anand Nature Therapy Center)આવેલું છે. આણંદના બાકરોલ રોડ પર જ્યાં કુદરતી રમણીય વાતાવરણ વચ્ચે દર્દીઓને શુદ્ધ અને પરંપરાગત આયુર્વેદિક અને નેચરોપેથી સારવાર (VN Munshi Nature Cure Center)આપવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા 40 વર્ષથી દર્દીઓને સારવાર આપી રહી છે. આજે અનુપમ મિશન સંસ્થા દ્વારા આ વી એન મુનશી નેચર ક્યોર સેન્ટરનું (VN Munshi Nature Cure Center)સંચાલન કરવામાં આવે છે.
લાભાર્થીઓને નજીવા દરે સારવાર - આ સેન્ટરનું પતંજલિ વેલનેસ સેન્ટર સાથે પણ હાલમાં એફિલિએશન કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે આ સેન્ટરમાં આપવામાં આવતી સારવાર અદ્યતન સાધનો સાથે પરંપરાગત પદ્ધતિથી(Ayurvedic and Naturopathy) આપવામાં આવે છે. આ સેન્ટર પર સારવાર મેળવવા આવતા લાભાર્થીઓને નજીવા દરે સારવાર આપવામાં આવે છે જેથી દર્દીને ઓછા ખર્ચમાં અદ્યતન સારવાર મળી શકે તે સંસ્થાનો ઉદેશ્ય સિદ્ધ થઈ શકે. ખૂબ સુંદર વાતાવરણ વચ્ચે ઇન્ડોર દર્દીઓ માટે સવારે યોગ ઔષધીય યજ્ઞ વ્યાયામ સાથે આયુર્વેદ ઔષધીય તત્વો ધરાવતા ઉકાળા અને સાત્વિક ભોજનની શું આયોજિત વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ અનેક ઔષધિય ગુણોનો ભંડાર – ફુદીનો
અંબાલાલ મુન્શી ફાઉન્ડેશનની 40 વર્ષ સ્થાપના પહેલા - આ સેન્ટરમાં સારવાર મેળવવા માટે દર્દીઓ દૂર દૂરથી આવતા હોય છે. નેચરલ ટ્રીટમેન્ટ પર ખાસ ભાર આપતા આ સેન્ટરમાં રહેવા જમવાની ઉત્તમ સગવડ (Naturopathy treatment)ઉપલબ્ધ છે. ત્યારે સંસ્થામાં રોકાઈને સારવાર મેળવતા દર્દીઓ માટે વિવિધ ક્ષેણીના રૂમની પણ વ્યવસ્થા છે જ્યાં નજીવા દરથી લઈને અદ્યતન સુવિધા સાથેના ડીલક્ષ રૂમ પણ ઉપલબ્ધ છે. અંદાજિત 40 વર્ષ અગાવ અંબાલાલ મુનશી ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી.
સારવાર માટેની સુવિધાઓથી સજ્જ - આ ફાઉન્ડેશન દ્વારા તે સમયે ઉપલબ્ધ આયુર્વેદની સારવાર પ્રણાલીને નાનામાં નાના વ્યક્તિ માટે ઉપયોગી અને સરળતાથી નિદાન અને સારવાર મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે તે સમયે આણંદનું આ સેન્ટર આયુર્વેદિક સારવારમાં વિશ્વાસ રાખતા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું હતું સમય જતાં આ કેન્દ્રનું સંચાલન અને જવાબદારી વી એન મુનશી અને તેમના પત્ની દ્વારા અનુપમ મિશનને સોંપવામાં આવ્યું અને ત્યારબાદ સમય અનુરૂપ બદલાવ સાથે આજે અદ્યતન સારવાર માટેની સુવિધાઓથી સજ્જ આ સેન્ટર અનેક દર્દીઓ માટે વિશ્વાસ જીતવામાં સફળ બન્યું છે.
આ પણ વાંચોઃ Ayurved Medicine Export Industry : વિશ્વમાં વધતી આયુર્વેદિક દવાઓની માંગ, ખાનગી કંપનીઓએ શરુ કર્યું આ કામ
આયુર્વેદિક અને નેચરોપેથી બન્ને સારવાર પ્રણાલી - આ કેન્દ્રમાં આયુર્વેદિક અને નેચરોપેથી બન્ને સારવાર પ્રણાલી સાથે શુદ્ધ આયુર્વેદિક ઔષધિઓ અને તેની સાથે યોગ અને વ્યાયામ સાથે યજ્ઞ થેરાપી થકી દર્દીની બીમારીને મૂળ માંથી નાબૂદ કરવા માટે પ્રયત્ન કરે છે. સમગ્ર સુવિધા સાથે નઇ નફો અને નઈ નુકશાન તેવા ચાર્જ સાથે આધુનિક ઉપકરણો સાથે પારંપરિક આયુર્વેદિક અને નેચરો થેરાપીની સારવાર દર્દીઓ માટે આકર્ષણ ઉભું કરે છે. સામાન્ય દિવસે આ કેન્દ્રની મોટી સંખ્યમાં મુલાકાતીઓ આવતા હોય છે. સાથે ખૂબ સુંદર અને રમણીય વાતાવરણમાં મળતી સારવાર દર્દીઓને વધુ અસરકારક સાબિત થતીહોય તેવા પરિણામ મળતા હોવાની જાણકારી દર્દીઓ દ્વારા આપવામાં આવી હતી.