ETV Bharat / state

નકલી દસ્તાવેજ બનાવી અમૂલ સાથે છેતરપીંડીનો પ્રયાસ, પોલીસ ફરિયાદ નોંધાઈ - Attempted fraud

ભેજાબાજ કંઈ પણ કરી શકે તે સાબિત કરતો કિસ્સો આણંદમાં નોંધાયો છે. જેમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના બનાવટી લેટરપેડ અને દસ્તાવેજોના આધારે અમૂલ ડેરી સાથે દૂધ અને દૂધની બનાવટોનો માલ ભરી લઈને છેતરપીંડી કરવાના પ્રયાસની એક ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે આણંદ શહેર પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Amul
અમૂલ
author img

By

Published : Jun 5, 2020, 10:24 AM IST

આણંદ: ભેજાબાજ કંઈ પણ કરી શકે તે સાબિત કરતો કિસ્સો આણંદમાં નોંધાયો છે. જેમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના બનાવટી લેટરપેડ અને દસ્તાવેજોના આધારે અમૂલ ડેરી સાથે દૂધ અને દૂધની બનાવટોનો માલ ભરી લઈને છેતરપીંડી કરવાના પ્રયાસની એક ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે આણંદ શહેર પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગત 29મી મેના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે અમૂલ ડેરીમાં ત્રણ જેટલી ટ્રકો દૂધ અને દૂધની બનાવટો ભરવા માટે આવી હતી. ગેટ ઉપર સિક્યુરીટી હેડ મારૂભાઈએ ત્રણેય ટ્રકોના ડ્રાઇવર પાસે ઓર્ડરની કોપી માંગતા તેમની પાસે નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી શંકા જતાં જીસીએમએમએફના ડેપ્યુટી મેનેજર (પ્રોડક્શન મુવમેન્ટ) સંજયભાઈ પ્રિતમભાઈ ભાટીયાનો સંપર્ક કરતાં તેઓ તુરંત જ સ્થળ પર આવ્યા હતા અને ત્રણેય ડ્રાઇવરોની પૂછપરછ કરતાં ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મેરઠના બાગપત રોડ ઉપર રહેતા અને ઓલ ઈન્ડિયા મિલ્ક ટ્રાન્સપોર્ટેશન નામે ધંધો કરતા અભિષેકભાઈ મનોજકુમાર ગુપ્તાએ મોકલ્યા હોવાનું જણાવ્યું હતુ. જેથી અભિષેકભાઈનો મોબાઈલ ફોન લઈને સંપર્ક કરતાં તેઓએ અમારી પાસે અમૂલનો માલ ભરવા માટેનો ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ છે. જેથી સંજયભાઈએ કોન્ટ્રાક્ટની વિગતો માંગતા અભિષેકભાઈએ હાલમાં હું બહાર છું, આવતીકાલે સવારે તમોને મોકલી આપીશ તેમ જણાવ્યું હતું.

દરમ્યાન બીજા દિવસે એટલે કે, 30મી તારીખના રોજ અભિષેક ગુપ્તાએ તેના ઈમેલ એડ્રેસ પરથી સંજયભાઈ ભાટીયાના ઓફિસના ઈ-મેલ એડ્રેસ પર દસ્તાવેજો મોકલી આપ્યા હતા. જેની પ્રિન્ટ કાઢીને તપાસ કરતાં સંજયભાઈ આર. શુકલા મોબાઈલ નંબર 81408 -38050 નામના ઈન્ચાર્જ મિલ્ક પાવડર ડિવિઝનની સહીઓવાળા જુદી-જુદી તારીખના જીસીએમએમએફના ભળતા લેટરપેડ ઉપર બનાવટી અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાનું માલુમ પડ્યું હતુ. આ ઉપરાંત સંજય શુક્લાએ શિવ એન્ટરપ્રાઈઝના માલિક (81-83 જગન્નાથપુરી ટ્રાન્સપોર્ટ નગર, મેરેઠ, યુપી)ને જીસીએમએમએફલી ના નામે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ખોટો લેટરપેડ બનાવી પણ ઉપયોગ કરી બનાવટ કરી હોવાનું જાણવા મળ્યું હતું. અભિષેક મનોજકુમાર ગુપ્તાએ સંજય આર. શુકલાને યસ બેન્ક મેરઠનો નામનો બે લાખનો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલ્યો હતો. તેમજ પંજાબ નેશનલ બેંક, મેરઠના પોતાના ખાતાનો કોરો ચેક પણ મોકલી આપીને કિંમતી જામીનગીરી પણ ઊભી કરી હતી. સંસ્થા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ આવા કોન્ટ્રાક્ટ અંગે માહિતી ન મળી આવતાં સંજયભાઈએ આણંદ શહેર પોલીસ મથકે આવીને સંજયભાઈ આર. શુકલા, અભિષેક ગુપ્તા અને શિવ એન્ટરપ્રાઈઝના માલિક વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમૂલ ડેરી એક કો-ઓપરેટિવ ડેરી છે, અને તેની સાથે આવી ઘટના બનતા આમ કોઈ અંદરના વ્યક્તિની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ ત્રણ ટ્રક દૂધ અને તેની બનાવટો ભરી નીકળી જવામાં સફળ થયા હોત તો અમૂલને 70 થી 80 લાખનું નુકસાન થઈ શકતું હતું અને ગરીબ પશુપાલકોની પરસેવાની કમાણી આવા ભેજેબાજ છેતરીને ઠગી જાત,જે પ્રમાણે નકલી દસ્તાવેજ સામે આવ્યા છે. તે પરથી આ ઘટનામાં કોઈ અંદરનો વ્યક્તિ મળેલો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આરોપીઓની અટકાયત બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

હાલ આણંદ પોલીસ દ્વારા 29 મે ના રોજ આવેલ ટ્રક અને મળેલ મોબાઈલ નંબરના આધારે તાપસ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.