- ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના સંગઠન પ્રમુખની થઈ વરણી
- વિપુલભાઈ પટેલની થઇ નિમણૂક
- સોજીત્રા વિધાનસભા બેઠક પર બે વખત લડી ચૂક્યાં છે ચૂંટણી
- મહેશભાઈ પટેલને સ્થાને વિપુલભાઈ પટેલને આપવામાં આવ્યું સ્થાન
- સાંસદ મિતેશ પટેલના અંગત છે વિપુલભાઈ
આણંદઃ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સોજીત્રા તાલુકાના વતની એવા વિપુલ પટેલ ની વરણી કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પ્રેરિત કહી શકાય તેવી પાંચ કોંગ્રેસની વિધાનસભાવાળો વિસ્તાર છે. ત્યારે એક મુલાકાત દરમિયાન વિપુલ પટેલે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારીનું પાલન કરી ભારતીય જનતા પાર્ટીને જિલ્લામાં વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સાથે જ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા આણંદ જિલ્લાને આગામી દિવસોમાં કોંગ્રેસના ગઢની છાપને ભૂતકાળ સાબિત કરવા પ્રયત્ન કરશે.મહેશભાઈ પટેલને સ્થાને વિપુલભાઈ પટેલને આપવામાં આવ્યું સ્થાન
બીજીતરફ નવનિયુક્ત ભાજપ પ્રમુખ વિપુલ પટેલે પોતાની વરણીને લઇને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના ગઢ આણંદને કઇ રીતે સર કરશે વિપુલ પટેલ જાણો આ વિડીયોમાં