સારસા મુકામે યોજાયેલા 21માં સમૂહ લગ્ન સમારોહમાં ૬૫ યુગલોએ પ્રભુતામાં પગલાં ભર્યાં હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી નવ વિવાહિતને આશીર્વાદ આપ્યા હતા ત્યારે ગોવાથી આવેલા પદ્મનાભપીઠાઘીશ્વરના આચાર્ય ભ્રમેંશ્વરાનંદ મહારાજની પણ વિશિષ્ટ ઉપસ્થિત રહી હતી.
ETV Bharat સાથે ગોવાથી આવેલ આચાર્ય ભ્રમેંશ્વરાનંદ મહારાજે જણાવ્યું હતું કે, સારસા મુકામે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં આવી તેમને ખૂબ આનંદ થયો છે વધુમાં તેમને જણાવ્યું હતું કે ગોવા સરકાર દ્વારા 'ભાગ્ય લક્ષ્મી' યોજના અંતર્ગત ૧લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
ગોવા સરકાર દ્વારા આપવામાં આવતી સહાયથી પ્રભાવિત થઈને આચાર્ય અવિચલદાસજી મહારાજ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા બીજા રાજ્યોની મહિલાઓ માટે ખાસ યોજનાઓ જાહેર કરવી જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો સરકાર આવી સહાયની જાહેરાત કરે તો સારસા મુકામે દર મહિને સમૂહ લગ્નકાર્યક્રમનું આયોજન કરવાની પણ તેમને તૈયારી દાખવી હતી.
આ સમૂહ લગ્ન સમારોહમાં સર્વ જ્ઞાતીનો સમાવેશ કરી મહારાજ દ્વારા એક ઉદાહરણ પૂરું પાડાયું હતું. આ સાથે આચાર્યજી દ્વારા 2000 કરતા વધારે કન્યાઓને પ્રભુતામાં પગલા મંડાવી સમાજ પ્રત્યેની તેમની ફરજ નિભાવી છે. ત્યારે અનેક પરિવારોની દીકરીઓના લગ્ન કરાવી પરિવારોને પણ આર્થિક ભીડમાં આવતા અટકાવ્યા હતા.