આણંદ હાલના આધુનિક યુગમાં દિવસે દિવસે તમામ પ્રકારની સુવિધાઓ હવે ડિજિટલી ઉપલબ્ધ થઈ રહી છે. જેમાં પેમેન્ટ કરવું હોય કોઈને સંદેશો મોકલવો હોય વિડીયો કોલથી કોઈને સાથે રૂબરૂ ચર્ચા કરવી હોય ટીકીટ બુકિંગ કરવું હોય, પાસપોર્ટ લાઇસન્સ વગેરે તમામ વસ્તુ આજે ડિજિટલ માધ્યમથી શક્ય બને છે, ત્યારે ઇતિહાસના સંગ્રહને વંશવેલીનો દસ્તાવેજ ઊભો કરવા માટે અને આવનારી પેઢી માટે પૂર્વજોની જાણકારી અને માહિતી તેમજ જરૂરી ડેટાનો સંગ્રહ કરવો પણ હવે ડિજિટલ (ancestors history know) માધ્યમથી શક્ય બનશે.
રસપ્રદ સાથે બહુમૂલ્ય માહિતી કોઈપણ વ્યક્તિ માટે તેના પૂર્વજોનો ઇતિહાસ જાણવો ખુબ રસપ્રદ સાથે બહુમૂલ્ય માહિતી સમાન સાબિત થતો હોય છે. ઘણા કિસ્સામાં આપણે જોયું કે સાંભળ્યું હશે કે, જ્યારે પણ કોઈ ધાર્મિક સ્થળે મુલાકાતે જતા હોઈએ ત્યારે ત્યાં વંશવેલાનું લખાણ કરતા લોકો પાસેથી આપણને આપણા પૂર્વજોની કરેલી યાત્રા વિશે માહિતી મળતી હોય છે. તે ક્ષણ જે તે વ્યક્તિ માટે ખૂબ જ લાગણીસભર બની જતો હોય છે, ત્યારે આવી ક્ષણોને જીવંત રાખવા એક ડિજિટલ એપ્લિકેશન કુલવૃક્ષને ડિઝાઇન (kulvriksh application design in Anand) કરવામાં આવી છે. જેના થકી વ્યક્તિ પોતાના વિશે, પોતાના પૂર્વજો વિશે તેમની આવનારી પેઢીને અમૂલ્ય યાદો સંગ્રહ કરીને આપી શકશે.
અનોખી એપ્લિકેશન મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના રહેવાસી નવયુવાન પંડિત પ્રમોદ મિશ્રા દ્વારા આ અનોખી એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં એપ્લિકેશનના ઉપભોક્તા દ્વારા પોતાના સમગ્ર વાંશાવેલીને પરંપરાગત ઇતિહાસ સાથે સંગ્રહ કરી શકશે. હવે આ એપ્લિકેશન પર પોતાની વંશાવેલી લખી શકાશે સાથે જ તેમાં રહેલા ઘણા પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ વિડિયો અને વોઈસ રેકોર્ડિંગ એમાં સંગ્રહ કરી શકશે. જે આગામી પેઢી માટે તેમના પૂર્વજનો બહુમૂલ્યો વારસો સાબિત થઈ રહેશે પહેલાના જમાનામાં પુરોહિતો અને વંશ વંશાવેલી લખતા ઘણા પેઢી અને વંશના રેકોર્ડનો સંગ્રહ કરતા વ્યક્તિઓ દ્વારા આ પ્રકારનું કામ હસ્ત લેખનથી કરવામાં આવતું હતું. (Hierarchy history app)
કુટુંબ પૂર્વજોની માહિતી ઘણા કિસ્સામાં દસ્તાવેજી પુરાવાનો નાશ થવાનો તેને નુકસાન પહોંચવાનો અને ઘણા કિસ્સામાં કોઇ કારણો વસ લખાણ લખવાનું બંધ થઈ જવાનું પણ સામે આવતું. જેના કારણે ઘણો અમૂલ્ય ઇતિહાસથી આવનારી પેઢી જાણકારી રહી શકતી ન હતી. હાલ ઉત્તરપ્રદેશના નવયુવાન પ્રમોદ મિશ્રા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમજ ડિજિટલ વંચાયેલી થકી વૈશ્વિક સ્તરે દરેક વ્યક્તિએ પોતાના કુટુંબ અને પૂર્વજો વિશે માહિતી મેળવી પણ શકે અને માહિતી ઉમેરી પણ શકે તે પ્રકારની એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સાયન્ટિફિક પહેલ મહત્વનું છે કે પૂર્વજો વિશે વાત કરતા ઈતિહાસના ચોપડે લખાયેલી ઘટનાઓ અને ઉલ્લેખ કરવામાં આવેલ નામ સિવાય હાલના આધુનિક યુગમાં વ્યક્તિનો DNA મારફતે પણ તેની એક અલગ ઓળખ આપે છે. તેવામાં કુલવૃક્ષના ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યક્તિ પોતાનો DNA પણ રજીસ્ટર કરાવી શકશે. જેનાથી આવનાર પેઢી જો DNA ટેસ્ટિંગથી પોતાના કુળને શોધવા માગતી હોય કે વંશવેલી સુધી પહોંચવા માંગતી હોય તો આ DNAની સુવિધા આ એપ્લિકેશન થકી આપવામાં આવે છે. જે ડિજિટલ સાથે સાથે એક સાયન્ટિફિક પહેલ કહી શકાય.(hierarchical document system)
વંશવેલી આ એપ્લિકેશન પર રજીસ્ટર હાલ દેશભરમાંથી 84 હજારથી વધારે પરિવારોની વંશવેલી આ એપ્લિકેશન પર રજીસ્ટર થઈ ચૂકી છે. જેમાં લાખો લોકોએ પોતાના નામને રજીસ્ટર કરાવ્યા છે. મહત્વનું છે કે ઘણા કિસ્સામાં બે પરિવારો પણ આ એપ્લિકેશનના માધ્યમથી એકબીજાને ઓળખવામાં આવ્યા છે અને તેમના વંશજો આજે પૂર્વજો વિશે માહિતી મેળવી શક્યા છે. જેનાથી વૈશ્વિક સ્તરે ફેલાયેલા વ્યક્તિ પોતાના ભુલાઈ ગયેલા સ્વજનોનો સંપર્કમાં આવી શકે છે. તેમજ પોતાના ઇતિહાસ વિશે પરિવારમાંથી જ વધુમાં વધુ જાણકારી મેળવી શકે છે. (hierarchical document classification)
કુલવૃક્ષકેમ્પનું આયોજન આણંદમાં આશાપુરા મંદિર ખાતે આજે માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ઉત્સવે કુલવૃક્ષ દ્વારા એક કેમ્પનું આયોજન (kulvriksh Camp Organized in Anand) કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવીને પોતાનો ઇતિહાસને (kulvriksh App Download) આવનાર પેઢી માટે સુરક્ષિત સંગ્રહ કર્યો હતો. આ પ્રકારે પોતાની 18 પેઢીનો લેખિતમાં દસ્તાવેજી સંગ્રહ કરનાર તેજસ પટેલે જણાવ્યું હતું કે. વર્તમાન યુગ એ ડિજિટલ યુગ છે અને આવનાર યુગ આનાથી વધુ એડવાન્સ યુગ હશે, ત્યારે કુલવૃક્ષ દ્વારા આપવામાં આવતી આ સુવિધા થકી આવનારી પેઢી પોતાના પૂર્વજો વિશે અને તેમના કુટુંબના ઇતિહાસ વિશે માહિતગાર થઈ શકશે. જે આવનાર પેઢીને ખૂબ જ રોમાન્ચ પૂરો પાડી શકશે. kulvriksh application camp organized in anand, ancestors history to preserve