આણંદ: જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણની સાંકળ તોડવા તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં લોકડાઉન ના પ્રથમ 14 દિવસ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો.પરંતુ ત્યારબાદ એક પછી એક જિલ્લામાં 10 પોઝિટીવ કેસ સામે આવતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છેઆણંદ જિલ્લાની નવાબી નગરી ખંભાતમાં કોરીના પોઝિટિવ કેસના 5 વ્યક્તિ ઓ સામે આવ્યા છેખંભાતના અલિંગ વિસ્તારમાં અચાનક 5 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં થી માસ સેમ્પલિંગ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
આ વિષય પર આણંદ જિલ્લાના કલેકટર આર જી ગોહિલ એ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકડાઉનને પ્રજા ખૂબ સારો પ્રતિસાદ આપી રહી છે. ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લોક ડાઉનની અવધિમાં વધારો કર્યો છે.તેને પણ જિલ્લાની પ્રજા આવકારસે સાથે ખંભાતમાં તંત્ર દ્વારા અગમચેતી દાખવી સ્કેનિગ અને સેનિટાઇઝેશનની કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ પ્રજાને ઘરમાં રહેવા અપીલ કરી હતી.