- આગામી તહેવારોને ધ્યાને રાખી પોલીસે હાથ ધર્યું જાગૃતિ અભિયાન
- સામરખા ગામમાં પ્રજા પ્રતિનિધિઓ સાથે કરી બેઠક
- ઈદ અને ધાર્મિક પ્રસંગોમાં ભેગા ન થવા કરી અપીલ
આણંદ: જિલ્લાના ઘણા ગામડામાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. તેવામાં અવાર-નવાર બનતી મેળાવડા અને જાહેરનામા ભંગની ફરિયાદો સામે આવી રહી છે. તેવામાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો અને લગ્ન પ્રસંગે લોકો ભેગા ન થાય અને સંક્રમણ ન ફેલાય તે હેતુથી પોલીસે જાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધર્યા છે.
આ પણ વાંચો: આણંદમાં વધતા કોરોના સંક્રમણને લઇ જિલ્લાના 6 ગામડાઓમાં સ્વંયભૂ લોકડાઉન, જુઓ વિશેષ અહેવાલ...
ક્યાંક ગ્રામજનોએ સ્વંયભૂ લોકડાઉન પણ કરેલું છે
વધતા સંક્રમણની અસર હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ વર્તાઇ રહી છે. શહેરી વિસ્તારમાં તો બંધ છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ સંક્રમણ વધતું દેખાય છે. ક્યાંક ગ્રામજનોએ સ્વંયભૂ લોકડાઉન પણ આપેલું છે. તો ક્યાંક સામાજીક પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમોમાં મેળાવડા ન થાય તે આવશ્યક છે. જેને પગલે આજે આણંદ ગ્રામ્ય પોલીસે અલગ-અલગ ગામે બેઠક કરી ગ્રામજોનોને આવનારા ઇદ પર્વ અને સામાજીક પ્રસંગોમાં લોકટોળા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી બેઠક કરી હતી. ત્યારે ગ્રામજનોએ પણ પોલીસ તરફ અપાયેલી બાબતોને સમજી અને તેનું પાલન કરશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 1 લી જૂન સુધી લંબાવાયુ લોકડાઉન, આવશ્યક સેવાઓને મળશે છૂટ