ETV Bharat / state

આણંદમાં સેન્ટિંગની આડમાં 151 પેટી દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું - Anand liquor

આણંદ રૂરલ પોલીસના હદમાં આવતા સામરખા એક્સપ્રેસ હાઈવે પર આવેલા સામરખા ગામના ગરનાળા પાસેથી ડમ્પરની અંદર બાંધકામમાં વપરાતા સેન્ટીંગના સામાનની આડમાં 151 પેટી વિદેશી દારૂ ભરેલો જથ્થો આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

xzx
xz
author img

By

Published : Jan 19, 2021, 7:47 AM IST

Updated : Jan 19, 2021, 9:23 AM IST

  • આણંદમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો
  • આણંદ રૂરલ પોલીસે ઝડપ્યો લાખોનો દારૂ
  • 151 પેટી દારૂનો જથ્થો ડમ્પરમાંથી ઝડપાયો

    આણંદઃ આણંદ રૂરલ પોલીસના હદમાં આવતા સામરખા એક્સપ્રેસ હાઈવે પર આવેલા સામરખા ગામના ગરનાળા પાસેથી ડમ્પરની અંદર બાંધકામમાં વપરાતા સેન્ટીંગના સામાનની આડમાં 151 પેટી વિદેશી દારૂ ભરેલો જથ્થો આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં કુલ 14.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આણંદ પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી છે.

    ડમ્પરમાં લઈ જવાતો હતો દારૂ

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ રૂરલ પોલીસની ટીમને મળેલી માહિતી અનુસાર રાજસ્થાન તરફથી એક ડમ્પરમાં સેન્ટીંગના સામાનની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભાલેજ ચોકડીથી આણંદ તરફ આવવાનો હોવાની જાણકારી મળી હતી જે અનુસંધાને આણંદ ગ્રામ્ય પોલીસ ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન એક ડમ્પર આવી ચડતા પોલીસે તેને ફિલ્મી ઢબે રોકી તપાસ કરવા કવાયત હાથ ધરી હતી. ડમ્પરને એકદમ બ્રેક મારી ડ્રાઇવર અને અન્ય શખ્સો દ્વારા ભાગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે રૂરલ પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ઈસમ પોલીસના છટકામાંથી છટકી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

આણંદમાં સેન્ટિંગની આડમાં 151 પેટી દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું
7 લાખનો દારૂ ઝડપાયો

પોલીસે ઉભા રહેલા ડમ્પરમાં તપાસ કરતાં લાકડાના ટેકા તેમજ સેન્ટીંગની પ્લેટોની આડમાં દારૂનો મોટો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. જેથી ડમ્પર ચાલક સામે સામરખા આઉટ પોસ્ટ ખાતે ગુનો દાખલ કરી ડમ્પર ખાલી કરી ગણતરી કરતાં કુલ 151 પેટી વિદેશી દારૂનો જથ્થો કે જેની અંદાજિત કિંમત 7 લાખ છે. પકડાયેલા શખ્સનું નામ પુછતાં તેમણે રાજસ્થાનના સીમલવાડા ગામનો રહેવાસી સદ્દામ પકડા હોવાનું તથા પોલીસના છટકામાંથી ફરાર થઈ ગયેલો શખ્સ વિનોદ બારીયા હોવાનું ખુલવા પામ્યું હતું કે પોલીસે ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી તેઓની અંગજડતી કરતા 1150 રૂ.એક મોબાઇલ ફોન તેમજ ઝડપાયેલ ડમ્પર સહિત 14.71 લાખ ના મુદ્દામાલ સાથે ગુનો દાખલ કરી પ્રોહિબિશનના જુદી-જુદી કલમો અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ ફરાર થઈ ગયેલા વિનોદને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

sa

ઉલ્લેખનીય છે કે આ જ એમો થકી કરવામાં આવેલ દારૂ ની હેરાફેરી ની ઘટનામાં આ અગાઉ પણ આણંદ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો તેમાં પણ આજ રીતે બાંધકામના કામમાં ઉપયોગમાં આવતા સેન્ટીંગ તથા લાકડાના ટેકા ની આડ માં દારૂનો મોટો જથ્થો આણંદ જિલ્લામાં ઘુસાડતાં પહેલા પોલીસે તેમને ઝડપી પાડયા હતા ત્યારે ફરી એકવાર આણંદ ગ્રામ્ય પોલીસ ના સામરખા આઉટ પોસ્ટમાં આ જ પ્રકારની સેન્ટીંગ ની આડ માં દારૂનો મોટો જથ્થો આણંદ શહેરમાં ઘૂશાળતા પહેલા જ પોલીસે ઝડપી પાડયો છે..

Last Updated : Jan 19, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.