જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. વર્ષોથી જિલ્લાએ કોંગ્રેસ પક્ષને દિગ્ગજ આગેવાનો આપ્યા છે, પછી એ ભરતસિંહ સોલંકી હોય કે માધવસિંહ સોલંકી કે પછી અમિત ચાવડા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આણંદ જિલ્લાના વતની છે. પરંતુ, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ તેમના પાયાના કાર્યકરો અને આગેવાનોને સાચવવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેના કારણે સ્થાનિકો નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો આશરો લઈ રહ્યાં છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. પાલિકા કાઉન્સિલર કેતન બારોટનું.
મુખ્યદંડક કેતન બારોટ કોંગ્રેસ પક્ષનો છેડો ફાડીને ભાજપમાં જોડાયો છે. 16 ઓક્ટોબરે દોઢસો જેટલા કાર્યકરો સાથે રેલી કાઢી ભાજપ ઓફિસે પહોંચી કાર્યકર તરીકે જોડાઈ ગયા છે. જેમને ભાજપ જિલ્લા પ્રમુખ મહેશ પટેલ દ્વારા આવકારવામાં આવ્યાં હતાં.
આમ, આંતરીક જૂથવાદના કારણે કોંગ્રેસનું સ્થાનિક રાજકારણનો પાયો ડગમગી રહ્યો છે. જેથી સ્થાનિક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપ તરફ વળી રહ્યાં છે. કેતન બારોટે પણ જૂથવાદથી કંટાળીને ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર તરીકે આજીવન જોડાઈ રહેવાનું નિવેદન આપ્યું હતું.