આણંદ : આણંદમાં ક્ષત્રિય સેનાના નેજા હેઠળ મહારાણા પ્રતાપની જન્મજયંતીના (Maharana Pratap Birthday 2022) દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ આણંદમાં મહારાણા પ્રતાપની વિશાળ કદની પ્રતિમાનું અનાવરણો પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોટિયા ભાગોળના મહાદેવ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો. આણંદમાં ક્ષત્રિય સેના દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહ્યા હતા.
રાજકીય નેતાઓ એક મંચ પર - મહારાણા પ્રતાપના જીવન કાળ દરમિયાન કરેલા શોર્ય વીરતાના કિસ્સાઓ થકી આજની પેઢીને જાગૃત કરવાના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ સ્થાનિક રાજકીય પક્ષો પણ એક મંચ પર જોવા મળ્યા હતા. જ્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ એક મંચ પર એક સોફામાં બેઠેલા જોવા મળ્યા હતા. મહારાણા પ્રતાપની મૂર્તિ (Maharana Pratap statue) અનાવરણ કાર્યક્રમમાં એકતાના આગ્રહી વિચારોએ રાજકીય પક્ષના નેતાઓને એક મંચ કરી દીધા હતા.
આ પણ વાંચો : કચ્છના ગૌરવમાં થશે વધારો, માંડવીમાં મહારાણા પ્રતાપની વિશ્વની સૌથી ઉંચી 61 ફૂટની પ્રતિમા બનશે
ચોકને નામ આપ્યું પ્રતાપનું - આણંદના આ ત્રણ રસ્તાને મહારાણા પ્રતાપ ચોક નામ (Maharana Pratap Statue Unveiling) આપવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ, પૂર્વ પ્રધાન ભરતસિંહ સોલંકી, NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલ, આણંદ ધારાસભ્ય કાંતિ સોડા પરમાર, બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમાર, મહુવાના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ, ક્ષત્રિય આગેવાન રાજ શેખવત સાથે આણંદ નગરપાલિકાના ઉપપ્રમુખ છાયાબા ઝાલા, કેતન બારોટ, રાજેશ પઢીયાર, ડો.પલક વર્મા અને તનુજ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : રાજસ્થાની સમાજ અને મહારાણા પ્રતાપ વિરુદ્ધ ટિપ્પણી કરનારને કરણી સેનાએ માર મર્યો
મહારાણા પ્રતાપની પ્રતિમા મુકાઈ ખુલ્લી - મહારાણાની પ્રતિમાના અનાવરણ સમયે સમગ્ર ચોકમાં ભગવા ઝંડા અને રાણા પ્રતાપના જયઘોષ સાથે વિરાટ કદની મહારાણાની પ્રતિમા ખુલ્લી મુકવામાં આવી હતી. ધાતુની બનેલી આ પ્રતિમાને એક ઉચ્ચ પ્લેટફોર્મ પર મુકવામાં આવી છે. જેમાં ચેતક પર સવાર મહારાણા પ્રતાપ હાથમાં ભાલો અને શરીર પર બખ્તર ધારણ કરી નીડર ભાવ સાથેની પ્રતિમાના ખૂબ વખાણ થયા હતા. અંદાજિત 22 લાખથી વધુના ખર્ચે રાજસ્થાનના કુશળ કારીગરોના હસ્તે નિર્માણ પામેલી છે. મહારાણા પ્રતાપની ચેતક (Anand Maharana Pratap Statue) પર સવાર પૂર્ણ કદની પ્રતિમા આણંદ શહેરમાં આવતા જ અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી હતી.