- Anand LCBએ Liqueurનો મોટો જથ્થો ભરેલો ટ્રક પકડ્યો
- Foreign Liqueurની 400 પેટી કિંમત રુપિયા 14.7 લાખ ઝડપી પાડ્યો
- રૂપિયા 29,10,550ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
આણંદ : રાજ્યમાં દારૂબંદી હોવા છતાં અવાર-નવાર Liqueurના નાના-મોટા જથ્થા સાથે લોકો Anand LCBના હાથમાં ઝડપાઇને કાયદાની ઝપેટમાં આવી જતા હોય છે. તેવો જ એક કિસ્સો આણંદમાં સામે આવ્યો છે. જ્યાં સ્થાનિક ગુના સંશોધન શાખા આણંદ જિલ્લાના હાથે બાતમીના આધારે Liqueurનો મોટો જથ્થો ભરેલો ટ્રક આવી ગયો હતો.
વિદેશી દારૂની 400 પેટી કિંમત રુપિયા 14.7 લાખ ઝડપી પાડ્યો
આણંદની LCB Policeએ મળેલી બાતમીના આધારે, માણેજ પાટિયા પાસેથી કાચની આડમાં Foreign Liqueur ભરેલી ટ્રક ઝડપી પાડીને પોલીસે ટ્રકમાંથી Foreign Liqueur ની 400 પેટી કિંમત રુપિયા 14.7 લાખ ઝડપી પાડ્યો હતો. તેમજ ટ્રક સાથે કુલ 29,10,550નો મુદામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં ડુંગળીની આડમાં વિદેશી દારૂ લાવવાનો પ્રયાસ, SOG દ્વારા બેની ધરપકડ
વિદેશી દારૂની પેટીઓ નજરે પડતા પોલીસ પણ ચોંકી ઉઠી
LCB હેડ-કોનસ્ટેબલને મળેલી બાતમીના આધારે ધર્મજ, તારાપુર હાઈવે પર માણેજ પાટિયા પાસે દર્શન હોટલ સામે LCB સ્ટાફે ધર્મજ તરફથી આવતી ટ્રક નંબર R.J. 19 GB 5823ને રોકીને તેની તપાસ કરી હતી. ટ્રકની પાછળના ભાગે કાચ ગોઠવી અને ઉપરના ભાગે પણ કાચ ગોઠવેલા નજરે પડતા તેની ઝીણવટભરી તપાસ કરતા ઉપર પતરાંની પ્લેટો બનાવીને ગોઠવીને મોટા બોક્સમાં ગુપ્તખાનું બનાવીને અંદરના ભાગે Foreign Liqueur ની પેટીઓ નજરે પડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ પણ વાંચો : સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 56,000 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું
ટ્રકમાંથી મળેલા દારૂમાં,
- ઈમ્પેરીયલ વેઈટ 248 પેટી બોટલ નંગ 3,408 કિંમત રૂપિયા 8,52,000,
- જસ્ટર ઓરેન્જ વોડકા 16 પેટી બોટલ નંગ 192 કિંમત રૂપિયા 48,000,
- જસ્ટર ચોકો કોફી વોડકા પેટી 12 બોટલ નંગ 144 કિંમત રૂપિયા 36,00,
- મેક ડોનોલ્સ નં. 1 વ્હીસ્કી પેટી 115 બોટલ નંગ 1380 કિંમત રૂપિયા 3,72,600,
- કિંગ ફિશર બિયર ટીન 41 પેટી ટીન નંગ 984 કિંમત રૂપિયા 98,400
29,10,550ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી
કુલ પેટી 468 બોટલ નંગ 6108 કિંમત રૂપિયા 14,07,000 ટ્રક કિંમત રૂપિયા 15,00,000 મોબાઈલ, રસ્સી, તાડપત્રી સહિત કુલ રૂપિયા 29,10,550ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પેટલાદ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.