આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ હજુ થયું નથી. તેવામાં આણંદ નગરપાલિકાના જૂના હોસ્પિટલ ભવનને (Anand Municipality Old hospital building) જનરલ હોસ્પિટલના નામે મીની સિવિલનો આકાર આપવામાં આવી રહ્યો છે, ત્યારે આ દવાખાનામાં સિવિલ જેવી સારવારની સુવિધાઓ ઉભી કરવા માટે તંત્ર પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં આણંદ જનરલ હોસ્પિટલ (Anand General Hospital) મીની સિવિલમાં થોડા દિવસ અગાઉ સ્તન કેન્સર નિદાનની સુવિધા (Facilitate breast cancer diagnosis) શરૂ કરવામાં આવી હતી.
રિપ્લેસમેન્ટની સર્જરી વર્તમાન સમયમાં ખાસ કરીને વૃદ્વોને સૌથી વધુ સતાવતી ઘૂંટણની સમસ્યાના નિરાકરણ (Resolving knee problems) માટેની રિપ્લેસમેન્ટની સર્જરી (Knee Replacement Surgery ) શરૂ કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમવાર બોરસદના 70 વર્ષીય કમળાબેન પ્રજાપતિના ઘૂંટણ પ્રત્યારોપણની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.
70 વર્ષીય મહિલાના ઘૂંટણના પ્રત્યારોપણ પ્રાપ્ય વિગત અનુસાર ગત સોમવારે મૂળ બોરસદના રહેવાસી 70 વર્ષીય મહિલા કમળાબેન પ્રજાપતિની ઘૂંટણના પ્રત્યારોપણની કરાયેલી સર્જરી બાદ સ્વસ્થ બનેલા હતા. જાતે ચાલી શકતા કમળાબહેન આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લાના કલેકટર (Anand District Collector) મનોજ દિક્ષણી અને જિલ્લા વિકાસ અધિકારી (Anand District Development Officer) મિલિંદ બાપનાએ આણંદ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
વિનામૂલ્યે સારવાર જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ કમળાબહેનને જરૂરી દવાઓ સહિત કેસ પેપર્સ હાથોહાથ આપીને સારા આરોગ્યની શુભેચ્છા પાઠવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલની ઘૂંટણ પ્રત્યારોપણની સારવારની સુવિધા લોકો માટે ઉપયોગી બની રહેશે. વધુમાં ઘૂંટણની તકલીફ હોય તે પુરુષો કે મહિલાઓ અહીં વિનામૂલ્યે સારવાર કરાવી શકે છે. તે માટેની સફળ અને સુદ્દઢ શરૂઆત કરવા બદલ કલેકટરે હોસ્પિટલના તબીબ ગણ, સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી.
1.50 લાખની રિપ્લેસમેન્ટ સર્જરી CDMO ડો.અમર પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) હેઠળ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ઘૂંટણ પ્રત્યારોપણની સફળ સર્જરી ઓર્થોપેડિક સર્જન ડો.પ્રતિક રાઠોડ અને ટીમ દ્વારા કરવામાં આવી છે. ડો.પ્રતિક રાઠોડે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં અંદાજે 1.50 લાખની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે, પરંતુ કમળાબહેનનું ઓપરેશન સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. તે હવે કોઈ દર્દ વિના ચાલી શકશે.