આણંદઃ આણંદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.
જિલ્લના 13 PSIની પોલીસ સ્ટેશન ખાતે વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. સમગ્ર માહિતીમાં જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલની ખંભાત રૂરલમાં, હેડ કવાટર ઇન્સ્પેકટર એ.એસ.ચૌધરીની ખંભાત રૂરલમાં, બોરસદ ઇન્સ્પેક્ટર આર.વી.વીંછીની ખંભાત ટાઉનમાં, આણંદ ટાઉન ઇન્સ્પેક્ટર કે.એસ.ચૌધરીની તારાપુરમાં, તારાપુર ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરીની બોરસદ ટાઉનમાં બદલી કરવામાં આવી છે.
![Etv Bharat, Gujarati News, Anand Police News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-district-police-officers-internal-transfer-dry-7205242-7205242_29052020101106_2905f_1590727266_794.jpg)
આ ઉપરાંત વિદ્યાનગર ઇન્સ્પેક્ટર એમ.એચ.ભાટીની ભાદરણમાં, પેટલાદ ઇન્સ્પેક્ટર કે.કે.જાદવની મહેળાવ ટાઉનમાં, એલ. આઈ.બી શ્રીમતી બી.એન.પટેલની રીડર ટુ નાયબ પોલીસ અધિક્ષક પેટલાદમાં, ભાદરણ ઇન્સ્પેક્ટર એન.એસ.ઝાલાની વિદ્યાનગરમાં, લિવ રિજન જે.ટી.ચાવડાની આણંદ ટાઉનમાં, મહેળાવ ઇન્સ્પેક્ટર શ્રીમતી જે.એન.જાડેજાની આણંદ ટાઉનમાં,લિવ રીઝન એસ.કે.ગઢવી ની એમ.ઓ.બી માં બદલી કરવામાં આવી છે તથા એસ.ઓ.જી ના પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવીની સી.પી.આઈ પેટલાદ માં બદલી કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના પોલીસ અધિકક્ષક અજિત રાજયણને જિલ્લામાં ચાર્જ સંભાળ્યા બાદ મોટી સંખ્યામાં થયેલા આ આંતરિક બદલીની પ્રથમ ઘટના છે, ત્યારે આગામી દિવસોમાં જિલ્લા પોલીસ તંત્ર વધુ સારી કામગીરી કરી શકે તેમ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.