- આણંદ જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના રસીકરણ ( corona vaccination ) પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે
- આણંદ જિલ્લા કુલ 30 કેન્દ્રો પર કોરોના રસીકરણ ( corona vaccination )ની કામગીરી શરૂ
- દરેક કેન્દ્ર પર 200 વ્યક્તિને આપવામાં આવશે કોરોનાની રસી ( Corona vaccine )
આણંદ : જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવાની પ્રક્રિયામાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં કુલ 30 કેન્દ્રો પર કોરોના રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં કુલ 6,000 જેટલા નાગરિકોને પ્રથમ દિવસે આવરી લેવામાં આવશે.
અન્ય લોકોને પણ કોરોના રસી લેવાની માટે અપીલ કરી
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જહેરાત કરવામાં આવી હતી કે, 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવામાં આવશે. જે માટે સરકારની વેબસાઈટ પર પ્રથમ રજિસ્ટ્રેશન કરીને એપોઇન્ટમેન્ટ સાથે કોરોનાની રસી ( Corona vaccine ) મૂકવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને ઉત્સાહભેર 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોએ કોરોના રસીકરણ ( corona vaccination )ના અભિયાનમાં ભાગ લીધો હતો. આ સાથે અન્ય લોકોને પણ કોરોનાની રસી ( Corona vaccine ) લેવાની માટે અપીલ કરી હતી.
નાગરિકોએ કોરોના રસી મૂકાવવા માટે દાખવ્યો ઉત્સાહ
મહત્વનું છે કે, અત્યાર સુધી કોરોના રસીકરણ ( corona vaccination )ના અભિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં સરકાર દ્વારા 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને આવરી લેવામાં આવતા હતા. જે પ્રકારની કામગીરી હવે જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવતા નાગરિકોએ કોરોનાની રસી ( Corona vaccine ) મૂકાવવા માટે ઉત્સાહ દાખવતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો -
- કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ ( corona vaccination ) માટે 35,000 કરોડ બજેટ ફાળવ્યું, માત્ર 4,744 કરોડ વાપર્યા
- 18-44 વયજૂથ માટે કેન્દ્રની કોરોના રસીકરણ ( corona vaccination ) નીતિ પક્ષપાતી અને તર્કહીન : સુપ્રીમ કોર્ટ
- કોરોનાની રસી ( Corona vaccine ) બજેટનો અલ્પ ઉપયોગ
- સુરતમાં એક જ માસમાં 18થી 44 વર્ષના 2.52 લાખ લોકોએ કોરોનાની રસી( Corona vaccine ) લીધી
- કોરોનાની રસી( Corona vaccine )ના બન્ને ડોઝ એક સાથે લેવાથી આડ અસર થાય? શું કહ્યું ડોક્ટરે જુઓ
- હવે ટોપી કરાવશે કોરોના ગાઇડલાઇનનું પાલન, સરદાર પટેલ યુનિવર્સિટીના છાત્રોએ બનાવી Social distancing cap
- આણંદમાં મૃત વ્યક્તિએ મૂકાવી કોરોનાની રસી( Corona vaccine ), પરિવારને મળ્યો SMS