ETV Bharat / state

Navratri 2023 : આણંદ જિલ્લાના ગરબા આયોજકો સાથે બેઠક યોજી કલેકટર પ્રવીણ ચૌધરીએ આપ્યા નિર્દેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 9:30 PM IST

Updated : Oct 13, 2023, 12:00 PM IST

શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક ગરબા પ્રેમીઓ આ ઉત્સવને માણવા માટે થનગની રહ્યા છે. તો સુચારુ આયોજન કરવા માટે કલેક્ટર વહીવટી તંત્રએ પણ કમર કસતાં ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી.

Navratri 2023 : આણંદ જિલ્લાના ગરબા આયોજકો સાથે બેઠક યોજી કલેકટર પ્રવીણ ચૌધરીએ આપ્યા નિર્દેશ
Navratri 2023 : આણંદ જિલ્લાના ગરબા આયોજકો સાથે બેઠક યોજી કલેકટર પ્રવીણ ચૌધરીએ આપ્યા નિર્દેશ
ગરબાના આયોજનમાં ધ્યાને રાખવાના મુદ્દા

આણંદ : આણંદમાં નવરાત્રીના આયોજનને ધ્યાને લઈ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ગરબા આયોજકોની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ નવરાત્રી શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય, લોકોને હાલાકી ન પડે, ટ્રાફિકની સમસ્યા ના થાય તેમજ લોકોની સલામતીની સાથે લોકોની આરોગ્ય સુખાકારી જળવાય તેવું આયોજન કરવા ગરબા આયોજકોને સૂચવ્યું હતું. ખેલૈયાઓના આરોગ્યને ધ્યાને લઈ ગરબાના સ્થળે આરોગ્ય વિભાગની ટીમ તહેનાત રાખવામાં આવશે.

નવરાત્રીના આયોજનમાં કાયદા અને વ્યવસ્થાની સાથે ખેલૈયાઓ ન આરોગ્યની રક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે. આયોજકોને ગરબા સ્થળે સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા કરવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે જોવા ખાસ ભારપૂર્વક જણાવાયું હતું. તેમ જ ગરબાના સ્થળે લોકોને આરોગ્ય સંબંધિત તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમ તહેનાત રાખવા પણ જણાવાયું છે. જિલ્લામાં થતાં મોટાં ગરબાના આયોજન સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે...પ્રવીણ ચૌધરી ( આણંદ કલેક્ટર )

ધ્યાને લેવાયાં આ મુદ્દા : ગરબા મહોત્સવને અનુલક્ષીને ક્ષમતા કરતાં વધારે લોકો ગ્રાઉન્ડમાં આવે તો દોડધામ કે દોડાદોડ એવી કોઇ દુર્ઘટના સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે. તેને લઇ ગ્રાઉન્ડની ક્ષમતા જેટલા જ પાસ વિતરણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનું પાલન કરવા બાબત અને સરકારના નિયમો મુજબ રાતના 12:00 વાગ્યા સુધી સાઉન્ડ ગરબા ચાલુ રાખવામાં આવશે. બાઇક કે કાર પાર્કિંગ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ લોકો દ્વારા જાહેર માર્ગ ઉપર પાર્કિંગ કરવામાં ન આવે તે અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. પાર્કિંગ માટે યોગ્ય પ્રમાણમાં સિક્યુરિટી ગાર્ડ વ્યવસ્થા રાખવી તથા ગ્રાઉન્ડ તથા પાર્કિંગ સહિતના સ્થળોએ સીસીટીવીની વ્યવસ્થા રાખવામાં આવશે.

પ્રાથમિક જરુરિયાતોની સગવડ : આ સાથે ગરબા ખેલવા આવતા લોકો માટે યોગ્ય સેનિટેશનની વ્યવસ્થા કરાશે. ગરબા મહોત્સવના ગ્રાઉન્ડમાં ખાનગી સિક્યુરિટી પુરૂષ/મહિલા રાખવા જેથી છેડતી જેવા બનાવ ન બને અને તમામ સિક્યુરિટી ગાર્ડને આઈકાર્ડ ઉપલબ્ધ કરાવવા પડશે. ખાણીપીણીના સ્ટોલ ઉપર આરોગ્યપ્રદ ખોરાક મળે તે સુનિશ્ચિત કરવાનું છે. હાલના સમયમાં હ્રદય રોગના લગતા બનાવો વધારે બનેલા હોય તેના અનુસંધાને મેડિકલ અંગે પ્રાથમિક સુવિધા ગરબાના સ્થળે રાખવી. આગના બનાવ ન બનવા પામે તે માટે ફાયર ફાયટર સિસ્ટમની વ્યવસ્થા રાખવી. એન્ટ્રી/એક્ઝિટ અલગ અલગ રાખવા જેથી અવરજવર સરસ રીતે થઇ શકે.

પૂર્વ મંજૂરી બાદ જ આયોજન : ગરબા આયોજકોએ કાયદો, કાયદો વ્યવસ્થા, ફાયર સેફ્ટી તથા પબ્લિકની આરોગ્ય સેવા માટે પોલીસ,નગરપાલિકા તથા હેલ્થ વિભાગના સંપર્કમાં રહેવાનું છે. ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા મોટા પ્રમાણમાં લાઇટિંગ કરવામાં આવતી હોય તો આયોજનના સ્થળે શોર્ટ સર્કિટનો બનાવ ન બને તે માટે તકેદારી રાખવી તથા તે માટે ટેકનિકલ સ્ટાફને હાજર રાખવા. ગરબા સ્થળ ઉપર ફૂડ સ્ટોલમાંથી પાણીની બોટલ, પ્લાસ્ટિક કાગળો તથા અન્ય કચરો આયોજકો દ્વારા યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જ્યાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તે જે તે વિભાગની પૂર્વ મંજૂરી બાદ જ આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.

વ્યવસ્થા તંત્રને માર્ગદર્શન : આ બેઠકમાં આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ આયોજકોને લોકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા, પાર્કિંગમાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા, તેમજ ખાણીપીણીના સ્થળે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવા જણાવી આયોજન સ્થળ પર સારી ક્વોલિટીના જ ફૂડનું વેચાણ થાય તે જોવા સૂચવ્યું હતું. વધુમાં અધિક જિલ્લા કલેકટર દેસાઈએ નવરાત્રિના તહેવાર દરમિયાન ગરબા સ્થળો પર અને જાહેર માર્ગો પર યોગ્ય ટ્રફિક વ્યવસ્થાનું નિયમન થાય તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આણંદ કલેકટર કચેરી ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મીણા સહિત અધિકારીઓ અને આણંદ નગરરપાલિકાના પદાધિકારીઓ સહિત 27 જેટલા ગરબા મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. Navratri 2023 : મહિલા પોલીસ ગરબામાં પરેશાન કરતાં રોમિયો તેમ જ અસામાજિક તત્વો પર ત્રાટકશે, ગાંધીનગર રેન્જમાં ચુસ્ત બંદોબસ્ત
  2. Navratri 2023 : જામનગરમાં નવરાત્રિમાં ગરબા માટે નવદુર્ગાનું મુખારવિદ ધરાવતો ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો
  3. Bengali Sculptor : પશ્ચિમ બંગાળના મૂર્તિકારો માટે સુરત એટલે મા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે મા લક્ષ્મીનું ધામ

Last Updated : Oct 13, 2023, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.