- જિલ્લામાં તહેવારોની ભીડમાં વકર્યો કોરોના
- તંત્રની પ્રજાજોગ અપીલ, દો ગજ કી દુરી માસ્ક હે જરૂરી
- પ્રજા જાગૃત બનશે તોજ તંત્ર સફળ બનશે: કલેક્ટર
- આણંદમાં કોરોના પ્રકોપ, જિલ્લામાં સંક્રમણ આંકમાં વધારો
- સંક્રમણ વધવા માટે આણંદ જિલ્લામાં તહેવારોમાં લાગેલ ભીડ જવાબદાર: કલેકટર
આણંદ: જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલએ જણાવ્યા કે, જિલ્લામાં તહેવારો દરમ્યાન બજારોમાં લોકોની લાગેલી મોટી ભીડ આ સંક્રમણ માટે કારણભૂત માની શકાય, દિવાળી જેવા તહેવારની ઉજવણી જ્યારે કોરોના મહામારી દરમિયાન થાય તે સાથે સંક્રમણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જિલ્લામાં હાલની પરિસ્થિતિ પહેલા કરતા નાજુક કહી શકાય છે. પરંતુ આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે તંત્રને સહકાર આપવા અને કોરોનાને હરાવવા પ્રજાને મદદ કરવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
દો ગજ કી દુરી માસ્ક હે જરૂરીઃ તંત્ર
આણંદ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે દીવાળી બાદ સંક્રમણમાં થયેલા વધારા માટે તંત્રની કામગીરીમાં સહકાર આપવા માટે જિલ્લા કલેક્ટર આર.જી ગોહિલે ETV BHARATના માધ્યમથી અપીલ કરી હતી. સાથે જ તેમને નાગરિકોને સરકારના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી અને સ્વયમ શિસ્તનું પાલન કરી સલામત રહેવા સાથે અન્યને પણ સલામત રહેવામાં મદદરૂપ બનવા અપીલ કરી હતી.
નિયમોનું પાલન નહીં કરનાર સામે લેવાશે પગલા: કલેક્ટર
આણંદ જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવી વહિવટી વિભાગ સાથે નગરપાલિકા અને પોલીસ દ્વારા શહેરના ભીડભાડના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જો કોઈ નાગરિકો દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે જ બજારમાં સુપર સ્પ્રેડર બનતા વેપારીઓને પણ કડક રીતે નિયમોનું પાલન કરવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી છે.
સરકારી નિયમોનું પાલન કરી કોરોના સામે સુરક્ષિત રહેવા માટે અપીલ
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં જે પ્રમાણે કોરોના સંક્રમણમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે, તેવા સંજોગોમાં લોક જાગૃતિ લાવવી પણ આવશ્યક છે. ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જાગૃત બનવા અને સરકારી નિયમોનું પાલન કરી કોરોના સામે સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે.