ETV Bharat / state

અમૂલે દૂધમાં ભાવ વધારો કરતાં હવે ચાની ચૂસકી પડશે મોંઘી - ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન

અમૂલે દૂધના ભાવમાં ફરી એક વાર વધારો કર્યો AMUL hiked milk price છે. આ વખતે અમૂલે પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયા AMUL Milk Rate વધાર્યા છે. આ સાથે જ જૂઓ હવે કયું દૂધ કેટલા રૂપિયામાં મળશે.

અમૂલે દૂધમાં ભાવ વધારો થતાં હવે ચાની ચૂસકી પડશે મોંઘી

author img

By

Published : Aug 16, 2022, 2:37 PM IST

Updated : Aug 16, 2022, 3:18 PM IST

આણંદ સામાન્ય જનતાના માથે ફરી એક વાર ભાવવધારાનો બોજ (AMUL hiked milk price) આવ્યો છે. કારણ કે, અમૂલે પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝિંકી (AMUL Milk Rate) દીધો છે. આવતીકાલથી (બુધવાર) આ ભાવવધારો લાગુ પડશે. તો હવે અમુલ ગોલ્ડ 500 મિલી 31 રૂપિયા, અમુલ તાજા 500 મિલી 25 રૂપિયા, અમુલ શક્તિ 500 મિલી 28 રૂપિયામાં મળશે. ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્પાદન ખર્ચમાં વધારો થતા લેવાયો નિર્ણય ગુજરાત સહિત દિલ્હી NCR સૌરાષ્ટ્રના નાગરિકોની ચાની ચૂસકી આવતીકાલ (બુધવાર)થી મોંઘી થશે. જો આપ રોજ ખોરાકમાં અમૂલનું દૂધનો વપરાશ કરો છો. તો આવતીકાલ એટલે કે 17 ઑગસ્ટથી તમામ દૂધ માટે વધારે નાણા ચૂકવવા પડશે. કારણ કે, અમૂલ દ્વારા અમૂલ દૂધના વેચાણ કિંમતમાં વધારો (AMUL hiked milk price) ઝીંકવામાં આવ્યો છે.

દૈનિક વપરાશની વસ્તુના ભાવ વધ્યા
દૈનિક વપરાશની વસ્તુના ભાવ વધ્યા

દૈનિક વપરાશની વસ્તુના ભાવ વધ્યા એક તરફ પ્રજા સતત વધી રહેલી મોઘવારીને કારણે ચિંતિત બની છે. તેવામાં દૈનિક વપરાશ અને સવારની શરૂઆતમાં ઉપયોગમાં આવતા દૂધની કિંમતમાં અમૂલે 4 ટકા જેટલો ભાવ વધારો ઝિંકવામાં આવ્યો છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation) (અમૂલ ફેડરેશન) કે, જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે.

અહીં પણ લાગુ થશે ભાવવધારો તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં 17 ઓગસ્ટ 2022થી દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો (AMUL hiked milk price) કરવાનો નિર્ણય લીધો છે.

દૂધનો નવો ભાવ અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં 17 ઑગસ્ટ 2022થી 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ 31 રૂપિયા, 500 મિલી અમૂલ તાઝાનો ભાવ 25 રૂપિયા અને 500 મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ 28 રૂપિયા પ્રતિલિટર થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો (AMUL hiked milk price) કરવામાં આવ્યો છે, જે મહત્તમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ 4 ટકાનો વધારો સૂચિત કરે છે, જે હજી પણ સરેરાશ ખાદ્ય ફૂગાવા કરતા ઓછો છે.

આ પણ વાંચો લમ્પી વાયરસને કારણે પશુઓમાં ખાવા પીવાની ઈચ્છા ઘટી, દૂધ ઉત્પાદનમાં થયો ઘટાડો

ઉત્પાદન ખર્ચમાં વધારો આ ભાવવધારો (AMUL hiked milk price) એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજિત 20 ટકા જેટલો વધારો થયેલો છે. ઈનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8થી 9 ટકા જેટલો વધારો (AMUL hiked milk price) કર્યો છે.

આ પણ વાંચો લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પીવું કે ન પીવું?

દૂધનું વધુ ઉત્પાદનમાં પ્રોત્સાહન મળશે અમૂલ તેની નીતિના ભાગરૂપે ગ્રાહકો દ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.

Last Updated : Aug 16, 2022, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.