આણંદઃ 108 એમ્બ્યુલન્સ વાનને બપોરના (108 Ambulence Anand) સુમારે એક ઈકો કારના ચાલક શૈલેષભાઈએ ફોન કરીને અમે મહિલાને પ્રસુતિ માટે આણંદ લઈ જઈ રહ્યા હતા. પરંતુ મહિલાની હાલત બગડી ગઈ છે અને રસ્તામાં જ તેણી બાળકને જન્મ આપી દેશે તેમ લાગી રહ્યું છે જેથી તાકીદે મદદે આવો, અમે થોડી વારમાં જ એક્સપ્રેસ-વે વટાવીને આણંદ તરફ પહોચીએ છીએ. આ મેસેજ મળતા જ ચીખોદરા ખાતે ફરજ બજાવી રહેલા 108ના ઈએમટી પ્રદિપસિંહ પરમાર તેમજ પાયલોટ ફારૂકભાઈ મલેક તુરંત જ એક્સપ્રેસ હાઈવે પર પહોંચીને આણંદ તરફ એ સમયે ઈમરજન્સી ઊભી થઈ હતી.
ડીલીવરી કરવી પડે તેવી સ્થિતિઃ નીકળવાના રસ્તે ઉભા થઈ ગયા હતા અને ઈકો કારની આવવાની રાહ જોવા લાગ્યા હતા. દરમ્યાન ઈકો કાર આવી પહોંચતા જ તેમણે મહિલા નયનાબેન સુનિલભાઈ બારૈયાને તપાસતાં તુરંત જ ડીલીવરી કરવી પડે તેવી સ્થિતિ હતી. જેથી મહિલાને ૧૦૮ની ગાડીમાં લઈને ડીલીવરી કરાવી હતી. જો કે બાળક અધુરા માસે જન્મ્યુ હોય ઉંધુ જન્મ્યુ હતુ. જન્મ સમયે જ બાળકીના ધબકારા ખુબ જ ઓછા હોવાનું જાણવા મળ્યું હતુ.
આ હતી પરિસ્થિતિઃ ટીમે તપાસ કરતા બાળક બગાડનું પાણી પી ગયેલાનું ઉજાગર થવા પામ્યું હતુ. જેથી પ્રદિપસિંહે તુરંત જ અમદાવાદ ૧૦૮ના હેડ ઓફિસર ડો. કૃષ્નાબેનની સાથે વાતચીત કરીને તેમની સલાહ લઈને બાળકના મોં વાટેથી સક્સન મશીન દ્વારા બગાડનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતુ. ત્યારબાદ સીપીઆર અને બીવીએમ વડે શ્વાસ આપીને બાળકીને ભાનમા લાવી જીવ બચાવી લીધો હતો.
સિવિલમાં લઈ જવાયાઃ સફળતાપુર્વક બન્નેને આણંદની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરી દેવામાં આવ્યા હતા. આમ, ૧૦૮ની ઈમરજન્સી સેવા દ્વારા વધુ એક પ્રસુતા અને તેના બાળકનો જીવ બચી જવા પામ્યો હતો. ૧૦૮ની ટીમના જણાવ્યા અનુસાર જો સમયસર ડીલીવરી કરાવવામાં આવી ના હોત તો, કાંઈક અજુગતુ બનવાનું પુરેપુરી શક્યતા હતા. જેવો જ ઈમરજન્સી કોલ મળ્યો એ સાથે અમે તમામ તૈયારીઓ સાથે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોચી ગયા હતા અને જેવી જ ઈકો કાર દર્દીને લઈને આવી એ સાથે જ સારવાર ચાલુ કરી દીધી હતી અને ૧૦૮માં જ સફળતાપુર્વક ડીલીવરી કરાવી હતી.
અમદાવાદથી આવેલાઃ અમદાવાદથી શટલ ઈકોમાં આણંદ આવતા હતા. ૧૦૮ની ટીમના જણાવ્યા અનુસાર દંપત્તિ મુળ દાહોદ જિલ્લાનું છે, પરંતુ હાલમાં આણંદ રહે છે અને કોઈ કામ અર્થે અમદાવાદ ગયું હતુ, ત્યાંથી અન્ય મુસાફરોની સાથે અમદાવાદ-વડોદરા શટલ ઈકો કારમાં આણંદ આવવા નીકળ્યું હતુ. દરમ્યાન રસ્તામાં જ મહિલાને ૮ માસ બાદ પ્રસુતિની પીડા ઉપડી હતી.