- બનાવટી માર્કશીટ કૌભાંડમાં આરોપીઓના રિમાન્ડ મંજુર
- પોલીસ કરશે તલસ્પર્શી તપાસ
- કેટલા લોકોની નકલી માર્કશીટ બનાવી તેનો થશે ખુલાસો
આણંદ : એસઓજી પોલીસે મંગળપુરા ખાતે આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં ચાલતી ખોડલ કન્સલ્ટન્સીમાં છાપો મારીને બનાવટી માર્કશીટ બનાવીને વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. પોલીસે આ અંગે કનુભાઈ રબારી, વડોદરાના આદિત્ય ચન્દ્રવદનભાઈ પટેલ અને હિરેન ઉર્ફે સોનુ ચંન્દ્રકાન્ત સાઠમને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં બનાવટી માર્કશીટો, રોકડા 22.50 લાખ, પાસપોર્ટ, બનાવટી માર્કશીટો બનાવવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બનાવટી માર્કશીટોમાં મેળવ્યા દસ લાખ રૂપિયા
રીમાન્ડ મળતાં જ ત્રણેયની તલસ્પર્શી તપાસ કરતાં અત્યાર સુધીમાં 15 જેટલી જુદા-જુદા ધોરણની બનાવટી માર્કશીટો બનાવીને જરૂરીયાતમંદ ગ્રાહકોને વેચી હતી. તેમજ અંદાજીત 10 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.