આણંદમાં આવેલા ન્યુ વિદ્યાનગર ખાતે ADIT કોલેજમાં ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખું બાઈક વિકસાવવામાં આવ્યું છે, આ બાઈકમાં એક બેટરી રાખવામાં આવી છે અને આ બેટરી ચાર્જ કરવાનો ખર્ચ માત્ર સાત રૂપિયા જ થાય છે.
સાત રૂપિયાના નજીવા ખર્ચમાં આ બાઈક 70 થી 80 કિલોમીટર સુધીની સફર કરાવી શકે છે. તે પણ વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યા વગર. આ બાઈક પ્રકૃતિના રક્ષણ માટે પણ મદદરૂપ થાય છે.
તેને પહોંચી વળવા આ પ્રકારનાં સાધનો તરફ ગ્રાહકોને વળવા ફરજ પડી છે. જેથી આવનાર પેઢીનો સમય પણ બચે અને આર્થિક લાભ પણ મળે. આ બન્ને હેતુ આ સાધન સાર્થક કરે છે.
આ બાઈક આવનાર 27 તારીખના રોજ તમિલનાડુમાં યોજાનાર સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ દ્વારા આયોજિત ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ડિઝાઇનિંગ કોમ્પીટીશનમાં મુકાશે. ઇવેન્ટના હેડ દ્વારા આ બાઇકનું ટેકનિકલ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક ટુ વિલર બાઈકની અગત્યતા વિશે માહિતી આપવામાં આવી હતી.